માત્ર રૂ.20 એન્ટ્રી ફ્રી સિઝન પાસના બસો રૂપિયા: કિંગ અને ક્વિન વિજેતાને એક્ટીવા-બાઇક સહિતના ઇનામો
અબતક, કિરિટ રાણપરીયા, ઉપલેટા
શહેરમાં રખડતા ઢોર એનીમલ હોસ્ટેલમાં આશ્રય આપ્યા બાદ તેના નિભાવ ખર્ચ ક્રિષ્ના ગૃપના સથવારે ડી.ડી.જ્વેલર્સ નવરાત્રી મહોત્સવમાં કોરોના કાળ બાદ ગઇકાલે પ્રથમ નોરતાએ ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. અંતિમ રાઉન્ડમાં વિજેતા થનાર ખેલૈયાઓને ક્રિષ્ના ગૃપ અને એનિમલ હોસ્ટેલ સમિતિના સભ્યો તેમાં નગર પાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવા, કારોબારી સમિતિના ચેરમેન જેન્તીભાઇ ગજેરા, હોસ્ટેલ સમિતિના ભાવેશભાઇ જેતાણી, ભરતભાઇ રાણપરીયા, બહાદુરભાઇ ડાંગર, સંજયભાઇ મુરાણી, ધૈર્યભાઇ ધોળકીયા, ક્રિષ્ના ગૃપના ભાવેશભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગુભાઇ સુવા, પત્રકારો જયેશભાઇ મારડિયા, આશિષભાઇ લાલકિયાના હસ્તે વિજેતા ખેલૈયાઓને મોમેન્ટો અપાયા હતા. ગૌ માતાના લાભાર્થે હોવાથી માત્ર રૂપિયા વીસમાં એન્ટ્રી પાસ અને સીઝન પાસના માત્ર બસો રૂપિયા રાખતા ગઇકાલે ધોરાજી, જેતપુર, માણાવદર, વંથલી, જુનાગઢ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરના ખેલૈયાઓ આવ્યા હતા. અંતિમ દિવસે વિજેતા કિંગ અને ક્વિનને એક્ટિવા, બાઇક આપવામાં આવશે.