નવરાત્રીને લઈને શહેર શહેરના યુવા વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રી એટલે નવ દિવસની રાત્રીની સાથે નવ દિવસની અલગ અલગ કલરફુલ ડ્રેસિંગ, એસેસરીઝ વગેરેનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને યુવતીઓ નવરાત્રીને લઈને એક વિશિષ્ટ પ્રકારની તૈયારીઓ કરતી હોય છે.યુવતીઓ નવરાત્રીને લઈને પોતાના આઉટફીટને યુનિક ટચ આપતી હોય છે તો પોતાના આઉટફીટમાં ફેશન અને ટ્રેડિશન ધ્યાનમાં રાખીને અવનવા ફેરફાર કરતી રહે છે. નવરાત્રીમાં પોતાની અલગ ઓળખ માટે ગ્લેમરસ લુક જળવાઈ રહે તે માટે કોસ્ચ્યુમની કિંમતમાં કોઈ બાંધછોડ કરતી નથી.ચણીયા ચોળીમાં અલગ અલગ પ્રકારના વર્કનું કોમ્બિનેશન જોવા મળે છે. આભલા, કોડી, ચાકડા, બોર્ડર, ચતારા વગેરે ચણિયાચોળીના અભિન્ન અંગ બની ગયા છે.
આસમાંના રંગની ચૂંદડી રે.. માઁની ચૂંદડી લહેરાય…
હેવી વર્ક વાળા ચણીયાચોળીની સાથે કોટી વાળા ચણીયાચોળીની સૌથી વધુ માંગ: ખેલૈયાઓને હોમ મેડ જવેલરીનું ઘેલું લાગ્યું
ચણિયાચોળીમાં કચ્છી વર્ક, અફઘાની વર્ક, રબારીવર્ક હોટફેવરિટ અને ટ્રેન્ડિંગ હોય છે. ઘણીવાર બોર્ડરની સાથે મેચ થાય એવા ચાકડા, મોતીવર્ક, લટકણ પણ લગાવવામાં આવે છે. આ ચણિયાચોળીની કિંમત તેમાં કરેલા વર્ક ઉપર આધારિત હોય છે. જેની કિંમત સામાન્ય રીતે 1000થી શરુ કરીને 20,000 સુધીની હોય છે.અત્યારે માર્કેટમાં ઘણા બધા પ્રકારની ચણિયાચોળી પ્રાપ્ય છે. જેમાં વિવિધ પ્રકારના વર્ક હોય છે. તેમાંથી અમુક ડિઝાઇન એવી હોય છે કે, જે દરેક વર્ષે ચાલી જાય. જેમાં બ્લોક પ્રિન્ટ, પ્લેઇન, સિમ્પલ બોર્ડર ધરાવતી ચણિયાચોળીનો સમાવેશ થાય છે. આ સાથે જ કોટન જેવા ફેબ્રિકની ચણિયાચોળી પસંદ કરવી જે પહેરવામાં આરામદાયક હોય અને ગરબા રમતી વખતે પરસેવો પણ ઓછો થાય.
માંગટીકો અને નથ વગર નવરાત્રીનો ટ્રેડિશનલ લુક અધુરો ગણાય છે. નથ, માંગટીકો, બેંગ્લસ બજારમાં તૈયાર તો મળે જ છે. પરંતુ નવરાત્રીના ચાહકો ચણિયાચોળીના કલર પ્રમાણે અને ડિઝાઈન પ્રમાણે તેને જાતે બનાવડાવે છે. બેંગ્લસ 500થી 1000 રુપિયા, નથ આશરે 200થી 300 રુપિયા અને માંગટીકો 100થી 150 રુપિયામાં મળી રહે છે.
દર વર્ષે નવરાત્રીમાં વિવિધ પ્રકારના ચણીયા ચોળી અને ઘરેણા બજારમાં આવતા હોય છે. પરફેક્ટ ગરબા સ્ટેપ્સની સાથે નવરાત્રી માટેનો પરફેક્ટ આઉટફિટ પણ એટલો જ જરૂરી છે. આ વર્ષે બજારમાં પોમ પોમ કે ફૂમતા જ્વેલરી અને મોતી વર્કનું મિશ્રણ જોવા મળ્યું હતું.
નવરાત્રીમાં અનોખો ટ્રેન્ડ જોવા મળતો હોય છે આ વખતે નવરાત્રીમાં હેન્ડ મેડ જ્વેલરી નો વધુ પડતો ક્રશ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કોટન સિલ્ક ના દોરા ઉપર બેંગલ્સ પાટલા ચૂડી બનાવવાનું ક્રેસ જોવા મળી રહ્યો છે ચણીયા ચોળી ને અનુરૂપ બેંગલ્સ પાટલા બનાવે છે જેમાં કોટન સિલ્ક ના રેટ પર મનગમતી ડિઝાઇન કરાવે છે આ વખતે યુવતીઓને હેન્ડમેન્ડ જ્વેલરીએ ઘેલું લગાડ્યું છે તેવું કહી શકાય કારણ કે આ વખતે નવરાત્રીમાં હેન્ડ મેડ જ્વેલરીનું જબરું આકર્ષણ જામી છે સૌ કોઈ નેકલેસ બુટ્ટી કંદોરા નાના-મોટા મિરર વાળા શેઠ બાજુબંધ વીટી પગ પાની સહિતની જવેલરી બનાવી રહ્યા છે જ્વેલરી ની બજારમાં ખૂબ માંગ વધી છે હેન્ડમેન્ડ જ્વેલરીમાં કાપડ પર મીરર વર્ક મિરર વર્ક જરદોશી વર્ક ની જ્વેલરીનો ટ્રેડ વધ્યો છે મોટા કચ્છી વર્ક ની બોર્ડર સાથેના સેટ ની યુવતીઓ ખરીદી કરી રહે રહી છે આ તમામ હેન્ડમેન્ડજ્વેલરી ખૂબ જ પરફેક્ટ બનાવવામાં આવે તે હોવાથી ભાવ પણ વધુ જોવા મળી રહ્યા છે આ જ્વેલરીની કિંમત 300 થી લઈ થી શરૂ કરીને 2500 સુધીની હોય છે
નવરાત્રીમાં ચણીયાચોળીની સાથે મોજડી, હાથમાં અને પગમાં પોચાં પહેરવામાં આવે છે. પોચાંમાં પણ અનેક વિવિધતાઓ જોવા મળે છે. પોચાંમાં કચ્છીવર્ક અને જેકો મોતીવર્ક કરવામાં છે. પોચામાં સામાન્ય રીતે કપડા ઉપર જ મોતી, આભલા, ઉનના કલર ફૂલ દોરાઓ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ પોચા ધોઈને ફરીથી પહેરી શકાય તેવા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. આ પોચાં માર્કેટમાં 150થી 2000 રુપિયામાં ખરીદી શકાય છે.મોતી વર્કનું મિશ્રણ જોવા મળ્યું હતું. આ જ્વેલરીની બે ખાસિયત છે, એક તો તેના કલર્સ અને બીજું કે સાઇઝમાં મોટી હોવા છતાં આ જ્વેલરીનું બિલકુલ વજન નથી લાગતું. આ વર્ષે કોટન અને સિલ્ક બેઝ પર તૈયાર કરેલા હેન્ડમેન્ટ જ્વેલરી તમારા આવું ફિટને હટકે અને કંઈક અલગ જ લુક આપે છે
ચણીયાચોળીની સાથે ગળામાં પહેરવાના હાર યુવતીઓમાં ફેવરિટ છે. જેમાં પ્લાસ્ટિકના પેચ ઉપર મોતી વર્ક કરવામાં આવે છે. આ હાર સંપૂર્ણપણે વોશેબલ હોય છે. તેમાં ચણિયાચોળીની ડિઝાઈન પ્રમાણે તેની અંદર કલરફુલ જેકો મોતીઓનું વર્ક કરેલું હોય છે. આ સિવાય કચ્છી વર્ક કે અફઘાની વર્કના પેચ પણ ઘણા લોકો પહેરતા હોય છે. આ ગળાના હાર 100 રુપિયાથી 2200 રુપિયામાં બનાવી શકાય છે.યુવતીઓને હેન્ડમેન્ડ જ્વેલરીએ ઘેલું લગાડ્યું છે તેવું કહી શકાય કારણ કે આ વખતે નવરાત્રીમાં હેન્ડ મેડ જ્વેલરીનું જબરું આકર્ષણ જામી છે સૌ કોઈ નેકલેસ બુટ્ટી કંદોરા નાના-મોટા મિરર વાળા શેઠ બાજુબંધ વીટી પગ પાની સહિતની જવેલરી બનાવી રહ્યા છે
જ્વેલરી ની બજારમાં ખૂબ માંગ વધી છે હેન્ડમેન્ડ જ્વેલરીમાં કાપડ પર મીરર વર્ક મિરર વર્ક જરદોશી વર્ક ની જ્વેલરીનો ટ્રેડ વધ્યો છે મોટા કચ્છી વર્ક ની બોર્ડર સાથેના સેટ ની યુવતીઓ ખરીદી કરી રહે રહી છે આ તમામ હેન્ડમેન્ડજ્વેલરી ખૂબ જ પરફેક્ટ બનાવવામાં આવે તે હોવાથી ભાવ પણ વધુ જોવા મળી રહ્યા છે આ જ્વેલરીની કિંમત 300 થી લઈ થી શરૂ કરીને 2500 સુધીની હોય છે
કમરબંધ…
જે એક એડિશનલ એસેસરીઝ છે. ઘણી યુવતીઓ ચણિયાચોળીની ઉપર કમરબંધ પહેરે છે. આ કમરબંધમાં કચ્છી વર્ક ખૂબ જ ફેમસ છે. તે માટે તેને ખાસ કચ્છમાં હાથથી ભરીને બનાવડાવવામાં આવે છે. કેટલીક યુવતીઓ કમર બંધના કચ્છી વર્કની સાથે આભલા, બોર્ડર પણ કરાવે છે. આ કમર બંધ સાદા ચણીયા ચોળીને એક અલગ જ ટ્રેડિશનલ લુક આપે છે. આ કમરબંધ આશરે 300થી 2000 સુધીમાં મળી રહે છે.
300થી લઈને 550 સુધીના ચણીયા ચોલી ભાડે મળે છે: ભાવનાબેન પરમાર
નવરાત્રીમાં યુવાનો અને યુવતીઓ પોતાના આઉટ ફીટને યુનિક ટચ આપતા હોઈએ છે પોતાના આઉટ ફીટમાં ફેશન અને ટ્રેડિશન ધ્યાનમાં રાખીને અવનવા ફેર કરતા હોય છે ત્યારે રામદેવ ચણીયા ચોળી માં અવનવી વેરાઈટી નો ખજાનો છે ત્યારે વાતચીત કરતા જણાવ્યું હતું અત્યારે ખેલૈયા આવો ફૂલ વર્કવાળા અને પ્લેન ચણિયાચોળી નો વધારે ડ્રેસ જોવા મળ્યો સાથે મેચિંગ ઓર્નામેન્ટ્સ પણ આપવામાં આવે જ્યારે ખેલૈયાઓને વેલ ડ્રેસ કોમ્પિટિશન માં માટે સ્પેશિયલ ડ્રેસિંગ ની ખાસ કરી ને ડિમાન્ડ કરતા હોય છે કંઈક વિવિધ ડ્રેસિંગમાં તેઓ વેલ ડ્રેસ માટે છત્રી, સાફા ,મોર પંખ ની ટોપીઓ જેવા વિવિધ વસ્તુઓ માંગતા હોય છે ખેલૈયાઓ ચણિયાચોળી 300 થી લઈને 550થી વધુ આપવા માટે તૈયાર થઈ જાય છે જ્યારે નવરાત્રી માં ખેલૈયાઓ રોજના 100 થી વધારે રેન્ટ પર ખેલૈયાઓલેવા માટે આવે છે