સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટ ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જેમાં બાળકોને ઉચ્ચસ્તરનું શિક્ષણ, ભોજન રહેવાની સુવિધા, રમતની તાલીમ તથા જે તે રમતના સાધનો જેવી જરૂરી સુવિધાઓ સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે.આ સ્કુલનો મુખ્ય હેતુ રાજયમાં રમત ગમતને પ્રોત્સાહન મળે, શ્રેષ્ઠતા હાંસલ કરવી તથા વ્યાપક સ્તરે રમત ગમતનો પ્રચાર પ્રસાર થાય.જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં ખેલાડીઓની શારીરીક ક્ષમતાની કસોટી દ્વારા પસંદગી કરવામાં આવે છે. જેમાં તાલુકા કક્ષાના પસંદગી પામેલ ખેલાડીઓની જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજય કક્ષાએ પસંદગી કરવામાં આવે છે.જેમાં તાલુકા કક્ષાની અંડર ૯ અને અંડર ૧૧ વયજૂથના પ્રથમ આઠ ખેલાડી ભાઈઓ બહેનોની પસંદગી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.