દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ અને લો કોલેજમાં બે દિવસીય ફર્સ્ટ ઈન્ટર કોલેજીએટ ઈન્ડોર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ‘જોશ’નું આયોજન કરવામા આવ્યું હતુ વિદ્યાર્થીઓની બૌધ્ધિક ક્ષમતાને વધારવાના હેતુથી વિવિધ ખેલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કેરમ, ચેસ, બેડમિંટન અને ટેબલ ટેનિસનો સમાવેશ કરાયો હતો. આ સ્પર્ધામાં ૧૦ અલગ અલગ કોલેજો ૩૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધાનાં છેલ્લા દિવસે ખેલાડીઓએ સંપૂર્ણ ઉર્જા અને સમર્પણની સાથે સ્પર્ધામાં ભાગ લીધોજેમાં ૪ ફાઈનલીસ્ટમાંથી ૪ ખેલાડી વિજેતા રહ્યા અને ૨ ખેલાડી રનરઅપ રહ્યા હતા. દરમિયાન ખેલાડીઓને કિટ અને બેચ પણ આપવામા આવી.
મહત્વનું છે કે કોલેજમાં ૨૧ અને ૨૨ ફેબ્રુ.એ બે દિવસીય ફર્સ્ટ ઈન્ટર કોલેજીએટ ઈડોર સ્પોટર્સ ફેસ્ટીવલ ‘જોશ’નું આયોજન કરાયું હતુ સ્પર્ધાનો શુભારંભ મુખ્ય અતિથિ કોલેજનાં પ્રિન્સીપાલ ડો. અંબાદાસ જાધવ તેમજ જયેન્દ્રસિહ રાઠોડે કર્યું હતુ. વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત નૃત્ય પણ કરાયું હતુ વિદ્યાર્થીઓએ બધી જ સ્પર્ધાઓમાં ઉત્સાહ, ઉર્જા, સમપર્ણ દેખાડયું નોક આઉટ રાઉન્ડમાં પ્રતિસ્પર્ધા કર્યા બાદ ૧૬ ખેલાડીઓ ફાઈનલક રમ્યા જેમાં ૪ ખેલાડી વિજેતા અને ૨ ખેલાડી રનરઅપ રહ્યા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.