૬૭૦ વિઘાર્થીઓ ૩પ રમતોમાં ભાગ લેશે: શિક્ષિકાઓ ‘અબતક’ના આંગણે
રાજકોટ શહેરનાં વોર્ડ નં.૧ માં આવેલ નિધિ સ્કુલમાં આગામી ૧લી જાન્યુઆરીના રોજ સંકુલના સંસ્થાપક સિંધુભા મુળુભા ચુડાસમાની પુણ્યતિથિ નીમીતે સ્પોર્ટસ ડેનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પોર્ટસ ડે માં સ્કુલમાં કે.જી. થી ધો.૧ર સુધીનાં કુલ ૬૭૦ વિઘાર્થીઓ ભાગ લીધેલ છે. વાલીઓ માટે પણ રમત સ્પર્ધાનું આયોજન કરેલ છે.
વિઘાર્થીઓ માટે અવનવી રમતો જેવી કે વિઘ્ન દોડ, દેકડા દોડ, કોથળા દોડ, ગો ટુ સ્કુલ, બેલેન્સ રસ, સંગીત ખુરશી, એક મીનીટ ગેમ, પોટેટો રેસ, ટોમેટો રેસ, કુકડા દોડ, દોરડા કુદ ૧૦૦ મી. દોડ બકે ટ બોલ, પીક ધ બોલ એન્ડ રન જેવી ૩પ રમતો રમાડવામાં આવશે. વિજેતા વિઘાર્થીઓને શિલ્ડ દ્વારા સન્માનીત કરવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિઘાર્થીઓને સરપ્રાઇઝ ગીફટ આપવામાં આવશે. કાર્યક્રમમાં વિઘાર્થીઓ ને પ્રોત્સાહીત કરવા રાજકીય, શૈક્ષણિક સંસ્થાના આગેવાનો ઉ૫સ્થિત રહેશે. કાર્યક્રમની શરુઆત સૂર્ય નમસ્કાર તેમજ લેઝીમ દાવ દ્વારા કરવામાં આવશે. સ્પોર્ટસ ડે નું આયોજન સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, તેમજ ટ્રસ્ટી હર્ષાબા ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પ્રીન્સીપાલ બીનાબેન ગોહેલ અર્ચનાબા જાડેજા જયોતિબેન સોનછાબડા જહેમત ઉઠાવી રહ્યા છે. રમતોત્સવ માટે શાળાની શિક્ષિકાઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.