સ્પોન્સરોની આવક 22 ટકા વધી, નવી કંપનીઓ સાથે મુંબઇ ઇન્ડિયન્સના કરારો થયા
ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થતા જ સ્પોન્સર હોય મુંબઈ ઇન્ડિયન્સની જોલી છલકાવી દીધી છે અને સ્પોન્સર આવકમાં 22% નો વધારો પણ નોંધાયો છે. આ અંગે ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રવક્તાએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે હાલ મુંબઈ ઇન્ડિયન્સ પાસે 23 સ્પોન્સર ઓફ થઈ ચૂક્યા છે જેમાંથી નવ નવા સ્પોન્સરો આ યાદીમાં ઉમેરાયા છે જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગાર્નીયર મેન, રિલાઇન્સ ડિજિટલ, વાયાકોમ 18, મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ, બીરા 91, બેલાવીટા અને અલ્ટ્રાટેક સિમેન્ટ.
મુંબઇ ઇન્ડિયન્સના પ્રવક્તાએ પણ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં સ્પોન્સરશિપ આવક પેટે 20 થી 22% નો વધારો નોંધાયો છે જે અત્યાર સુધીનો સર્વાંધીક આંકડો છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે કંપનીઓ સાથે કરારો કરવામાં આવ્યા છે તે આગામી ત્રણ વર્ષથી લઈ પાંચ વર્ષ સુધી એટલે કે લોંગ ટર્મ ડીલ કરવામાં આવી છે. બીજી તરફ સ્પોન્સર્સ વધવાનું મુખ્ય કારણ એ છે કે ટીવી અને ડિજિટલમાં જાહેરાતના દર ખૂબ જ વધુ છે ત્યારે જો કોઈ કંપની ટીમની સ્પોન્સરશીપ કોઈપણ ક્ષેત્ર માટેની ખરીદે તો તે કંપનીને ઘણો ફાયદો પહોંચાડે છે
ત્યારે મુંબઈ ઈન્ડીયન્સના સ્પોન્સર ઓફ ની યાદી વધી રહી છે અને હાલના તબક્કે 23 જેટલા સ્પોન્સરો મુંબઈ ઇન્ડિયન સાથે જોડાઈ ગયા છે. મુંબઇ ઇન્ડિયન્સના પ્રવક્તા નું માનવું છે કે ડિજિટલ અને ટીવી એડવર્ટાઈઝમેન્ટ રેવન્યુ ગ્રોથ માટે અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ છે જેના ઉપર હાલ મુંબઈ ઇન્ડિયન્સ ગંભીરતાથી વિચાર કરી રહી છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ રિલાયન્સ દ્વારા ખરીદવામાં આવી છે તો સામે રિલાયન્સ એ પણ વિવિધ ફ્રેન્ચાઇઝી ટીમોમાં પોતાની સ્પોન્સરશીપ આપી છે.