શેલ્ડન જેક્શન ઝાલાવાડ રોયલ્સનો સુકાની, હાલાર હિરોઝના સુકાનીનો તાજ અર્પિત વસાવડાના શિરે, કચ્છ વોરિયર્સની ટીમ અગ્નિવેશ અયાચીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે જ્યારે ગોહિલવાડ ગ્લેડિયર્સના સેનાપતિ તરીકે જયદેવ ઉનડકટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનની સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગની બીજી સિઝન આગામી 2 થી 11 જૂન વચ્ચે રમાનારી છે. જેમાં અલગ-અલગ ચાર ટીમો ભાગ લેવાની છે. ગઇકાલે તમામ ચારેય ટીમના સુકાની, ખેલાડીઓ અને કોચના નામ જાહેર કરવામાં આવ્યા છે.
હાલાર હિરોઝના સુકાની અર્પિત વસાવડા રહેશે. ટીમમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા, પાર્થ ચૌહાણ, સ્નેલ પટેલ, કિશન પરમાર, આર્ય દેવ ઝાહલા, ચિરાગ સિસોદીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, નવનીત વોરા, પ્રણવ નાંદા, સુનિલ યાદવ, કુલદિપ શર્મા, કૃણાલ કરમચંદાણી, નિકેત જોશી, પ્રણવ કાર્યા, વૈભવ ગોસ્વામી, નિમિષ પિત્રોડા, સચિન પરમારનો સમાવેશ આવ્યો છે.
ટીમના હેડ કોચ તરીકે અમિત શુક્લા રહેશે. ઝાલાવાડ રોયલ્સના સુકાની શેલ્ડન જેક્શન રહેશે. ટીમમાં ચેતન સાકરીયા, જય ગોહેલ, પાર્થ ભૂત, કમલેશ મકવાણા, આદિત્ય જાડેજા, એજાઝ કોઠારીયાર, અંશ ગોસાઇ, અર્જુન રાઠોડ, સમર ગજ્જર, સુરેશ તમિલ, નીલ પંડ્યા, હેત્વિક કોટક, પવન પરમાર, તરંગ છાત્રોલા, પ્રસંમ રાજદેવ, સત્યમ ખમરાય અને વૈભવ શેઠનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ટીમના કોચ નિરજ ઓડેદરા રહેશે. ગોહિલવાડ ગ્લેડિયર્સની ટીમ જયદેવ ઉનડકટના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે. પ્રેરણ માંકડ, હિમાલય બારડ, વિશ્ર્વરાજ જાડેજા, યુવરાજ ચુડાસમા, ફેનીલ સોની, હર્મેશ સોમેયા, કુલદીપ રાવલ, રક્ષિત મહેતા, શૌર્ય સંનાડીયા, જ્યોત છાયા, નિહાર વાઘેલા, ઓમ કામદાર, આદિત્ય રાઠોડ, હાર્વિક રાઠોડ, સત્યજીતસિંહ જાડેજા, શિવપાલ રાણા, અજય ગોપાલ વાઘેલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમના હેડકોચ તરીકે હિતેશ ગોસ્વામીની નિમણૂંક કરવામાં આવી છે.
કચ્છ વોરિયર્સના સેનાપતિ તરીકે અગ્નિવેશ અયાચીની નિમણૂંક કરવામાં આવી છે. ટીમમાં હાર્વિક દેસાઇ, કુશંગ પટેલ, સમર્થ વ્યાસ, વંદિત જીવરાજાણી, અમિત રંજન, અર્થ યાદવ, દેવ દંડ, કૃષ્ણકાંત પાઠક, પાર્શ્ર્વરાજ રાણા, યુવરાજ સિન્નોઇ, રુચિત આહિર, વિહારસિંહ જાડેજા, સૌરીશ ચક્રવતી, તીર્થરાજ જાડેજા, આલોક રંજન, રમેશ પાડીયાચી અને નકુલ અયાચીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે હેડ કોચ તરીકે વીરેન્દ્ર વેગડાની નિમણૂંક કરવામાં આવી છે. બીસીસીઆઈ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહ, એસપીએલના અધ્યક્ષ જયદેવ શાહે જણાવ્યુ હતુ કે એક્સપ્રેસ એસપીએલ લક્ઝરીની સફળતામાં વિશ્વાસ ધરાવે છે, જે લાભો સૌરાષ્ટ્ર કચ્છને અભિવ્યક્તિ અનુભવ ધરાવતા ખેલાડીઓ અને એક્સ્પ્લોઝરને આપે છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ અને સર્વોચ્ચ કાઉન્સિલના સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે એસપીએલ સીઝન-2નો પ્રોમો લોન્ચ કર્યો હતો.
સોરઠ લાઇન્સની ટીમ ડીસકોલીફાઇ: મામલો કોર્ટમાં
સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની બીજી સીઝનનો આગામી 2જી જૂનથી આરંભ થઇ રહ્યો છે. તે પૂર્વે જ વિવાદના બીજ રોપાઇ ગયા છે. આ ટીમમાં ભાગ લઇ રહેલી સોરઠ લાઇન્સને ડીસકોલીફાઇ કરવામાં આવી છે. આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિએશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો થતા ન હોવાના કારણે ટીમને ડીસકોલીફાઇ કરવામાં આવી છે. સમગ્ર મામલો હાલ કોર્ટમાં હોવાના કારણે તેઓએ વધુ જવાબ આપવાનું ટાળ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે પાંચેય ટીમોના સુકાની, ખેલાડીઓ અને કોચના નામ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં સોરઠ લાઇન્સનો પણ સમાવેશ થતો હતો. ક્યાં કારણોસર તેને ડીસકોલીફાઇ કરાઇ તે હજુ સુધી સ્પષ્ટ થતું નથી.