કોરોના વાયરસ અને શિક્ષાપત્રી
સ્વામિનારાયણ ભગવાને ગૃહસ્થ હરિભકતો માટે પંચ વર્તમાન પાળવાની આજ્ઞા કરી છે. દારૂ, માંસ, ચોરી વ્યંભિચાર વટલવું અને વટલાવવું નહી તેમજ શિક્ષાપત્રી શ્ર્લોક નં. ૩૧માં આજ્ઞા કરેલી છે કે અમારા આશ્રિતો હોય તેમણે જે ઔષધ દારૂ તથા માસથી મૂકત હોય તે ઔષધ કયારેય ખાવું નહી. સમગ્ર વિશ્ર્વ સાકાહારી તરફ વળી રહ્યું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળતા લોકો બીજાની સરખામણીએ વધુ સ્વસ્થ અને નિરોગી રહે છે તે સાબિત થઈ ચૂકયું છે.
શિક્ષાપત્રિ શ્ર્લોક નં.૩૨માં ભગવાને આજ્ઞા કરેલી છે કે અમારા આશ્રિતોએ શાસ્ત્રમાં નિષેધ કરાયેલા સ્થાનકોમાં કયારેય મળ-મૂત્રનો ત્યાગ કરવો નહિ તથા થુંકવું પણ નહી આમ જાહેર જગ્યાએ થૂંકવાની મનાઈ આજ થી ૨૦૦ વર્ષ પહેલા ભગવાને કરેલી છે. પરંતુ હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા જાહેર રસ્તામાં થૂંકતા કોઈ વ્યકિત પકડાય ત્યારે ૫૦૦ રૂા.નો દંડ જાહેર કરેલ છે. કોરોના વાયરસ મળ-મુત્ર અને થુંક દ્વારા ફેલાય છે તે સર્વવિદિત છે. આપણા ભારતીય લોકોમાં થૂકવાની કોઈ સેન્સ જ નથી તેમ કહીએ તો કાંઈ ખોટું નથી વડાપ્રધાન મોદીની સ્વચ્છતા અભિયાનને ૬ વર્ષ થઈ ગયા છતાં હજી આપણી જાહેર જગ્યાઓ એટલી જ ગંદી જોવા મળે છે લોકોને સ્વચ્છતા જોઈએ છે પરંતુ સ્વચ્છતા જાળવવા અંગેની ગાઈડલાઈનનું પાલન કરવું નથી.
આજે ડોકટરો બધા લોકોને અશુધ્ધ ખાવા પીવાનું બંધ કરવા કહે છે આજે તમામ પાણી અને ખોરાક અશુધ્ધ અને સુક્ષ્મ જીવાણું ધરાવતા થયા છે.તેમાં પણ હોટલોમાં વાસી ખોરાકમાં અસંખ્ય સુક્ષ્મ જીવાણુંઓ (બેકટેરીયા અને વાયરસ) હોય છે તે જાણવા છતા જીભના સ્વાદને લોકો રોકી નથી શકતા અને બિમારીનો ભોગ બને છે. પાણી અને વાણી બંનેને ગાળીને વાપરવું એમ સંતો કહે છે. અને તેમાં જ આપણીબ ને પ્રકારની સ્વસ્થતા રહેલી છે.
કોરોના વાયરસ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જેટલી શુધ્ધતા, ચોખ્ખાઈ અને પવિત્રતા હશે ત્યાં સેફટી હશે. અને આ બાબત ડાયરેકટ કે ઈનડાયરેકટ રીતે શિક્ષાપત્રી દ્વારા ભગવાને સમજાવી છે. જેટલી શુધ્ધતા પવિત્રતા અને ચોખાઈ જાળવવા આજ્ઞા પાળીશુ તેટલુ આપણે સુખ અને શાંતિ પામીશું આજ સનાતન સત્ય છે.