પ્રાર્થના, ધ્યાન, જપ, નિ:સ્વાર્થ સેવા વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ
દરેકને પ્રશ્ર્ન થાય કે આધ્યાત્મિક ક્રિયાઓ એટલે શું ? તો આધ્યાત્મિક ક્રિયાઓમાં પ્રાર્થના, ધ્યાન, જાપ, નિ:સ્વાર્થ સેવા વગેરેનો સમાવેશ થાય છે. પ્રાર્થના સીધા પરમાત્મા સાથે જોડે છે તો જાપથી બ્રહ્માંડની અનંત શકિત સાથે જોડાવાની તક મળે છે દોડધામવાળી જિંદગીમાં આધ્યાત્મિક પ્રવૃત્તિથી ચોકકસ તન-મનને શાંતિ મળે છે. આધ્યાત્મિક ક્રિયાઓ કરવાથી મનને આત્મશાંતિ, આત્મસંતુષ્ટિ, આંતરિક ખુશી અને તણાવ સામે લડવાની શકિત મળે છે.
આ ઉપરાંત કોઈપણ વ્યકિત જયારે મદદ કરે ત્યારે આભાર માનવો તે સકારાત્મક જીવનની નિશાની છે. જયારે કોઈપણ વ્યકિતની સેવા કરીએ ત્યારે આર્થિક નુકશાની ભલે થતી હોય પરંતુ મનને તો હંમેશા ખુશી જ મળે છે. આંતરિક સંતુષ્ટિ, સકારાત્મક જીવન અને આત્મવિશ્ર્વાસ પોતીકા પણાની લાગણી આપે છે.