ગત વર્ષની સરખામણીમાં પ્રતિ દિવસ 1 લાખ ગાંસડીની જ આવક: ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને પ્રતિ ગાંસડી 1700 રૂપિયા મળી રહ્યા છે જે ગત વર્ષની સરખામણીમાં 500 ઓછા
ભારત ખેતીપ્રધાન દેશ છે ત્યારે ગુજરાતમાં પણ ખેતીનું મહત્વ અનેરુ હોય છે અને ખેતપેદાશો ના પગલે ખેડૂતોની આવકો બમણી પણ થતી હોય છે. પરંતુ હાલ જે રીતે કપાસની સ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તર પર જોવા મળી રહી છે તેનાથી ગુજરાતને પણ ઘણી માટી અસરનો સામનો કરવો પડ્યો છે. ડિસેમ્બર મહિનામાં જે રીતે કપાસની આવક વધતી હોય તે જોતા આ વર્ષે ઘણો ખરો ઘટાડો નોંધાયો છે અને ગત વર્ષે પ્રતિ દિવસ 1.75 લાખ ગાસડીયો ની આવક થતી હતી જે ગતિ હવે પ્રતિ દિવસ 1 લાખ ગાસડીયોએ પહોંચ્યું છે.
તજજ્ઞોનું માનવું છે કે ખેડૂતો પાસે કપાસ માટેની હોલ્ડિંગ કેપેસિટી વધી છે તો બીજી તરફ વિશ્વમાં કપાસની માંગમાં સમયાંતરે જે ઘટાડો નોંધાયો છે તેનાથી કપાસ ઉદ્યોગને ઘણી માઠી અસર પહોંચી છે. ઓછી માંગ હોવાના કારણે કપાસના ભાવ આસમાને જોવા મળી રહ્યાં છે એટલુંજ નહીં આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ ઉંચા જોવા મળે છે. ગુજકોટ એસોસિએશનના સેક્રેટરી અજય દલાલે જણાવ્યું હતું કે હાલ સ્પિનિંગ મિલો પણ પૂરતી ક્ષમતા સાથે કાર્ય નથી કરી રહ્યું જેનું મુખ્ય કારણ ઓછી માંગ છે. હાલ ખેડૂતો ને પ્રતિગાસડી 1700 રૂપિયા મળે છે જે ગત વર્ષે 2200 રૂપિયા મળતા હતા જેથી પ્રતિ ગાંઠડીએ ખેડૂતોને 500 રૂપિયાની નુકસાની પણ વેઠવી પડી રહી છે.
ગત વર્ષે ઐતિહાસિક આવક કપાસમાં ખેડૂતોને મળતા આ વખતે તેઓએ હોલ્ડિંગ કેપેસિટીમાં પણ વધારો કર્યો છે અને જરૂરિયાત મુજબ જ તેઓ કપાસનું વેચાણ કરી રહ્યા છે. પ્રતિ કેન્ડીનો દેશમાં ભાવ 66800 રૂપિયા છે જે આંતરરાષ્ટ્રીય બજારથી 10 હજાર વધુ છે. પરિણામે નિકાસના ઓર્ડર મળી શકતા નથી. ભારતમાં કપાસની સિઝન ઓક્ટોબર માસમાં જ શરૂ થઈ જતી હોય છે. ઘણી મિલો પાસે હવે ઇન્વેનટરીના નામે શૂન્ય છે. પરિણામે તેઓએ અડધી ક્ષમતાથી કાર્ય કરવું પડે છે. ઓક્ટોબરની શરૂઆત માજ 17 લાખ ગાસડીયો આવી હતી જ્યારે 3 લાખ ગાસડીયો વિદેશથી આવેલી હતી. મિલ દ્વારા આશરે 15 લાખ ગાસડીયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી ઓપનિંગ સમયે જે મિલ પાસે સ્ટોક હતો તે હવે ક્લોસિંગ સમયે પણ એજ છે. ગુજકોટ મુજબ ગુજરાતમાં હાલ 30 હજાર ગાસડીયો આવી રહી છે પ્રતિ દિવસ જે આ પૂર્વે 50 હજાર ગાસડીયો આવતી.