રાજકોટમાં 85 વર્ષની વૃદ્ધાનું સફળ ઓપરેશન હાથ ધરાયું, છ કલાક ચાલેલા ઓપરેશનમાં બોમ્બેથી આવેલા ડોક્ટર સાથે ડો. પુનિત ત્રિવેદીની મહેનત રંગ લાવી
સામાન્ય રીતે સ્પાઇન સર્જરી વિશે ઘણી શંકા અને ખોટી વાતો હોય છે, મુખ્યત્વે કારણ કે તે ચેતાઓ સાથે કામ કરે છે. સ્પાઇન સર્જરી ને લગતી ઘણી ગેરસમજ અને માન્યતાઓ છે જે ઘણીવાર દર્દીના મનમાં શંકા પેદા કરે છે. આમાંની મોટા ભાગની માન્યતાઓમાં વૈજ્ઞાનિક આધાર નથી, અને આધુનિક તકનીકો સાથે સ્પાઇન સર્જરીમાં તકલીફોની સંભાવના ખુબજ દુર્લભ છે.મણકાના ઓપેરશન માટે ની આ એક સામાન્ય માન્યતા છે, પરંતુ તે સાચું નથી. આધુનિક તકનીકો જેવી કે સાથે પેરાલિસિસ ની શક્યતા 1 ટકાથી પણ ઓછી છે. કેટલાક જોખમો હજી પણ છે પરંતુ દરેક પસાર થતા દિવસ સાથે તથા સર્જરીની તકનીકોમાં પ્રગતિની સાથે સાથે સ્પાઇન સર્જરી વધુ ને વધુ સુરક્ષિત થઈ રહી છે.
મણકાને લગતી બીમારીમાં કોઈ ચોક્કસ સમય તથા સંજોગોમાં ઓપેરશનની સલાહ આપવામાં આવે છે. જેમકે, જયારે સર્જરી ના કરવાથી નજીકના ભવિષ્યમાં પેરાલીસીસ થવાની સંભાવના હોય ત્યારે તેના પ્રથમ ઉપચાર તરીકે ઓપેરશનની સલાહ આપવામાં આવે છે. જો દર્દીને ફક્ત ગરદન અથવા કમર નો દુખાવો હોય તથા ચેતાઓને નુકસાનના ચિન્હો ના હોય ત્યારે ઓપરેશન માટે રાહ જોવી હિતાવહ છે. આવા કિસ્સાઓમાં અમે હંમેશા ફીઝિઓથેરાપી, કસરત અને દવાઓના રૂપમાં બિન-સર્જીકલ વીકલ્પોની ભલામણ કરીએ છીએ.
એક પૌરાણિક કથાને માફક છે જે જુના યુગમાં ખુબ જ સાચી હતી, કારણકે તે સમયે ઓપન સ્પાઇન સર્જરી કરવામાં આવતી હતી, સર્જરી ઘણા લાંબા સમય ચાલતી તથા ઘણા બધા સ્નાયુઓ કાપવાની જરૂર પડતી હતી. અગાઉ ની સમય સરખામણીમાં આજ ના યુગ માં સ્પાઇન સર્જરી પ્રમાણમાં ઘણી ઓછી પીડાદાયક છે. દર્દી સર્જરી દરમિયાન જાગૃત હોય છે અને ડોક્ટર સાથે વાત પણ કરે છે. મિનિમલી ઈન્વેસિવ તકનીક સાથે સ્પાઇન ફિકસેશન જેવી મોટી સર્જરી માં પણ ઓપરેશન પછી ખુબજ ઓછો દુખાવો થાય છે તથા દર્દીને હોસ્પિટલ માં ફક્ત 2 જ દિવસના રોકાણની જરૂર પડે છે.
કી હોલ સર્જરીમાં ખુબ નાના કાપ ને લીધે નહિવત રક્તસ્ત્રાવ થાય છે અને ઘા નું નિશાન પણ ખુબજ નાનું રહેછે. પીડા પણ એકંદરે ઘણી ઓછી થાય છે અને દુખાવા માટે ની દવાઓની જરૂર ખુબ ઓછી થઈ જાય છે. મોટાભાગના દદીઓ, મોટી સર્જરી પછી પણ બીજાજ દિવસે ઊભા રહેવાનું તથા ચાલવાનું શરુ કરી શકે છે. તબીબોનું માનવું છે કે કરોડરજજૂના ઓપરેશન બાદ લોકો યોગ્ય સાર સંભાળ લે તો આગામી સમયમાં તેઓને કોઈ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી અને તેઓ સહજ તાથીજ ઓપરેશન પૂર્ણ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
રાજકોટમાં રાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે 85 વર્ષના વૃદ્ધા નું સફળતાપૂર્વક સ્પાઇન ઓપરેશન કરવામાં આવ્યું જેમાં મુંબઈના ખ્યાત નામ ન્યુરોસર્જન અને રાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ના ડોક્ટર પુનિત ત્રિવેદીની મહેનત રંગ હલાવી તેઓએ વૃદ્ધા નું સફળતાપૂર્વક ઓપરેશન પર પાડ્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ આગામી ચાર દિવસમાં જ પોતાના રૂટિન કાર્યો કરી શકશે.
સ્પાઇનના રોગોથી બચવા માટે જાગૃતતા કેળવવી અનિવાર્ય
દેશના ખ્યાતનામ ન્યુરોસર્જન ડો. કેકી તુરેલે અબતક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સ્પાઇન રોગથી બચવા માટે જાગૃતતા કેળવી અનિવાર્ય છે. ત્યારે પણ લોકોને એવું લાગે છે કે કરોડના ઓપરેશન ખૂબ જટિલ હોય છે પરંતુ તે હવે ભૂતકાળ બની ગયો છે. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે લોકોની લાઈફ સ્ટાઈલ અને બેસવાની વ્યવસ્થા સાથે જે રીતે શારીરિક વ્યાયામ યોગ્ય રીતે કરવામાં આવવો જોઈએ તે થતા ન હોવાના કારણે કરોડરજ્જુના પ્રશ્નો મુખ્યત્વે લોકોને સતાવી રહ્યા છે. ઉમા ખાસ મુંબઈથી રાજકોટ સ્પાઇન સર્જરી કરવા આવેલા ડોક્ટરે જણાવ્યું હતું કે તેઓ હોય જે વૃદ્ધાની સર્જરી કરી તે ખરા અર્થમાં માનસિક મનોબળ ધરાવતા હતા અને પરિણામે સર્જરી સફળતાપૂર્વક કોણ થઈ શકે છે . અંતમાં તેમના જણાવ્યા મુજબ સ્પાઇન રોગથી બચવા માટે લોકોએ તેમની જીવનશૈલીમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે.
સ્પાઇન સર્જરીમાં અનેક નવા આવિષ્કારો થયા છે જે દર્દી માટે આશીર્વાદ રૂપ છે : ડો. પુનિત ત્રિવેદી
રાજ હોસ્પિટલના ડોક્ટર પુનિત ત્રિવેદીએ જણાવ્યું હતું કે સ્પાઇન સર્જરી પહેલાના સમયની જેમ હવે જટિલ રહી નથી અને અનેક નવા આવિષ્કારો થયા છે જે દર્દી માટે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. 85 વર્ષના વૃદ્ધા નું સફળ ઓપરેશન કરવા આવી પહોંચેલા મુંબઈના અને દેશના ખ્યાતનામ તબીબ વિશે તેઓએ માહિતી આપી હતી કે, તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશના વિવિધ દેશોમાં તેવું સ્પાઇન સર્જરી કરવા જાય છે અને તજજ્ઞ તેમને બોલાવે પણ છે.
અરે હવે જે રીતે કરોડરજજૂમાં અધ્યતન આવિષ્કારો થઈ રહ્યા છે તેનાથી તબીબી આલમને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. એટલું જ નહીં તેઓ દિને ખૂબ સારી રીતે તેનું ઓપરેશન પણ કરી શકે છે અને તેની સારવાર પણ કરી શકે છે.