કરોળિયો… અર્થાત સ્પાઇડર, પૃથ્વી પર વસતાં સૌથી જુના જીવજંતુમાં અને વસ્તીમાં તેનો કુલ ૭મો છે. એટલે કે કરોળિયો ટોપ-૧૦ માં આવે છે. તેનું આયુષ્ય ૧ થી ર૦ વર્ષ હોય છે. તેની પૃથ્વી પર વસ્તી જાતિનો આંક ૪૬૦૦૦ થી વધુ છે. તમારા ઘરમાં રહેતા કરોળિયાએ બહારની દુનિયા કોઇ દિવસ જોઇ જ નથી હોતી, તેના વસવાટની વાતો પણ નિહાળી છે. એક એકરની જગ્યામાં તે ૧૦ લાખ જેટલા હોય છે. એવું પણ મનાય છે કે કોઇ વ્યકિત કરોળિયાથી ૧૦ ફુટ દૂર નથી અર્થાત તેની વસ્તી એટલી ગીચ છે.

અવાવરૂ જગ્યા કે આપણા ઘરમાં જો સફાઇ બરોબર ન કરી તો કરોળિયાના ઝાળા બાઝી જાય છે. તેમની ગ્રંથીથી રેશમ બને છે. તે ૭ પ્રકારનાં રેશમ ઉત્પન કરી શકે છે. જેની જાડઇ ૦.૦૦૩ મી.મી. હોય છે. સૌથી મહત્વની વાત એ છે કે તે દૂરનું જોઇ શકતો નથી, તો કેટલાક લાઇટ પણ જોઇ શકે છે, તે હાઇડ્રોલિક પાવરને કારણે ચાલી શકે છે. એક વાત વિચિત્ર કરોળિયાની એ છે કે તેને કરોડરજજુ હોતી જ નથી.

વિશ્ર્વની સૌથી મજબુત વસ્તુમાંની એક કરોળિયાનું ઝાળુ છે. તેનું વજન સ્ટીલ કરતાં પાંચ ગણું વધારે છે. આપણે હજી આ ર૧મી સદીમાં પણ આવી મજબુત બનાવી નથી શકયા, કરોળિયાને ૪૮ ઘુંટણ હોય છે. એટલે કે ૮ ખુણા સાથે દરેક પગ પર ૬ જોડી થઇ કુલ ૪૮ થાય છે. તે પાણી પર ચાલીને પણ શ્ર્વાસ લઇ શકે એવી શકિત ધરાવે છે. કરોળિયો સૌથી વધુ કીડીથી ડરે છે કારણ કે તેમાં ફોર્મિક એસીડ હોવાથી તેને મૃત્યુનો ડર લાગે છે.

માનવ શરીરમાં હાડકાની ઉપર માંસ પેસી હોય છે તો કરોળિયાને હાડકાની અંદર જોવા મળે છે. તેની ચાલ સમયે ચાર પગ જમીન ઉ૫રને ચાર પગ હવામાં હોય છે. તેના પગ ઉપર ટુંકાગાળા કે રૂવાટી જોવા મળે છે. તે વર્ષમાં લગભગ બે હજારથી વધુ જીવજંતુને ખાય જાય છે. આશ્ર્ચર્યની વાત એ છે કે કેટલીક પ્રજાતિઓમાં નર કરોળિયો માદા કરોળિયા કરતાં નાનો જોવા મળે છે. માદા ત્રણ હજારથી વધુ ઇંડા મૂકે છે. તેના ઇંડામાં મનુષ્ય કરતાં ૪ ઘણા વધારે ડી.એન.એ. જોવા મળે છે.

દુનિયામાં ગોકળગાય અને કરોળિયાનું લોહી વાદળી રંગનું હોય છે, કારણ કે તેના લોહીમાં આયર્ન ને બદલે ત્રાંબુ જોવા મળે છે. તેની તમામ પ્રજાતિમાંથી અડધા જ ઝાળું ગુંથી શકવાની શકિત ધરાવે છે. તે ઝાળું બનાવવા માટે ફકત ૬૦ મીનીટ જ લાગે છે. તેના ઝાળામાં વિટામીન કે હોવાથી ઉપર ટાંકા લેવા તેનો ઉપયોગ પણ કરતાં હતા.

કરોળિયાની બે પ્રજાતિ ર૩ હજાર ફૂટ ઉંચાઇએ પણ જોવા મળી હતી. ત્યાં ઓકિસજનનો અભાવ હોવાથી તે બહુ ઓછા જોવા મળે છે. અમુક કરોળિયાની પ્રજાતિ માનવીના ચહેરા જેવી જે દેખાય છે. જેને લોકો મકડી પણ કહે છે. આપણને બીજા ગ્રહનો માનવી લાગે જો કે વિશ્ર્વમાં એક કે બે જગ્યાએ જ તે જોવા મળેલ છે. કરોળિયા વિશે જાત જાતની લોકવાયકાઓ જોવા મળે છે. કેટલાક તો તેને અશુભ માને છે. તેના વિશે સમાજમાં ઘણી બધી માન્યતાઓ પણ જોવા મળે છે.

આજે તો ઘણા લોકો આ સ્પાઇડરને પાળે પણ છે. તેઓ સ્વભાવે શાંત હોય છે તે ઝેરી પણ હોતા નથી. ટેરેન્ટુલાથી ઓળખાતા કરોળિયામાં મધમાખી જેવું ઝેર હોય છે. કુદરતની કરામત છે કરોળિયાનું ઝાળુ તે પોતાના કદ કરતાં પ૦ ગણા ઉંચા મોટા કુદરતની કરામત છે કરોળિયાનું ગોળાકારમાં ઝાળુ તૈયાર કરીને બીજા જંતુઓને તેમાં સપડાવીને તેનો શિકાર કરે છે. સ્વરક્ષણના જેકેટમાં આ ઝાળાના તારનો ઉપયોગ થાય છે. ચંગીસખાન લડાઇ સમયે કરોળિયાના ઝાળાના તાંતણા માંથી બનાવેલ વસ્ત્રો પહેરતો હતો. આવા જાળામાંથી બનાવેલ દોરડા જમ્બો જેટ વિભાનને પણ ખેંચી શકે છે. ગ્રીક સમયમાં ઘા લાગ્યો હોય ત્યારે તેમાં ટાંકા આનાથી  લેતા હતા. તો ઓસ્ટ્રેલીયામાં માછીમારી માટે ખાસ પ્રકારની જાળ પણ તેમાંથી તૈયાર કરતાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.