ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન હંમેશા બહારથી નુડલ્સ ઓર્ડર કરે છે. પરંતુ ઘરનું પ્યોર બનેલું જમવાનું જમવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. ત્યારે હવે જાણો ઘરે સ્પાઇસી ચીલી ગાર્લી નુડલ્સ કેમ બનાવવા….?
તેલ – ૨ ટેબલ સ્પુન
લસણ – ૨ કળી
લાલ મરચું – ૧ સુધારેલું
સુકી ડુંગળી – ૨ ટેબલ સ્પુન
લીલું શીમલા મીર્ચ – અડધુ સુધારેલું
ગાજર – ૨ ટેબલ સ્પુન
લાલ શીમલામીર્ચ – અડધુ સુધારેલું
ચીલ્લી સોસ – ૧ ટેબલ સ્પુન
સોયાસોસ – ૧ ટેબલ સ્પુન
મરી પાઉડર – અડધી ચમચી
વીનેગર – ૧ ટેબલ સ્પુન
મીઠું – સ્વાદ અનુસાર
નુડલ્સ – ૪૪૦ ગ્રામ ચીલી ફ્લેક્સ- અડધી ચમચી…..
ચાલો બનાવીએ ચીલી ગાર્લીક નુડલ્સ….
– એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લાલ મરચું સુધારેલાં નાંખી તેને મિક્સ કરો. બાદમાં તેમાં લીલી અને સુકી ડુંગળી ઉમેરો. અને ફ્રાઇ કરો.
– તેમાં ગાજર, લીલા અને લાલ શીમલા મીર્ચ નાખી મિક્સ કરો.
– ત્યારબાદ તેમાં ચીલી સોસ, સોયા સીસ, વિનેગર, મરી પાઉડર અને મીઠુ ઉમેરી ફરી મિક્સ કરો.
– આટલું કર્યા બાદ તેમાં ઉકાળેલા નુડલ્સ અને ચીલી ફ્લેક્સ તેમજ સાથે સાથે લીલી ડુંગળી પણ ઉમેરી મીક્સ કરો. અને તૈયાર છે તમારા સ્પાઇસી ચીલી ગાર્લીક નુડલ્સ જેને લીજ્જત શિયાળાની ઠંડીમાં કંઇક ઓર છે. તો આ શિયાળે ચીલી ગાર્લીક નુડલ્સ ઘરે બનાવવાનું ભૂલતા નહિં.