હવાઇ સફર દરમિયાન 15 કિલોથી વધારે સમાન લઇ જવાનું હવે મોંઘું સાબિત થઇ શકે છે. દિલ્હી હાઇ કોર્ટ તરફથી મળેલી છૂટ બાદ સ્પાઇસજેટે એક્સ્ટ્રા બેગેજ પર પ્રી-બુકિંગ ચાર્જિસમાં વધારો કરી દીધો છે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં 15 કિલો સુધીનો સામાન લઇ જવામાં કોઇ એકસ્ટ્રા ચાર્જ નહી લાગે, પરંતુ જો તમે 20 કિલો સુધીનો સામાન લઇ જાવો છો તો પહેલાની સરખામણી 500 રૂપિયા અધિક એટલે કે 1,425 રૂપિયા ખર્ચ કરવા પડશે.
આ જ રીતે 20-30 કિલો માટે 2,850 રૂપિયા આપવા પડશે, જ્યારે પહેલા 2,000 રૂપિયા ચાર્જ કરવામાં આવતા હતા. 30-40 કિલો, 45-65 કિલો અને 65-95 કિલો માટે ક્રમશ: 4,275 (પહેલા 3,500), 5,700 (પહેલા 4,667) અને 8,555 (પહેલા 8000) રૂપિયા આપવા પડશે. જે પેસેન્જર વધારે બેગેજ માટે પ્રી-બુકિંગ નહી કરાવે તો પ્રતિ કિલો 300 રૂપિયાના દરથી એરપોર્ટ કાઉન્ટર પર ચાર્જ આપવો પડશે.
દિલ્હી હાઇ કોર્ટના નિર્ણય બાદ બીજી કંપનીઓ પણ બેગેજ ચાર્જમાં વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોર્ટે પ્રાઇવેટ કંપનીઓમાં 15-20 કિલો સુધીનો અધિક સામાન લઇ જવા પર 100 રૂપિયા પ્રતિ કિલોના દરે ચાર્જ લેવાનું DGCAના સૂચના નકારી દીધી છે.