અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ટી-2થી અમદાવાદથી બેંકકોક જતી સ્પાઈસજેટ ફ્લાઈટનું ટાયર ફાટ્યું. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

એરપોર્ટ પાર્કિંગમાંથી આ વિમાન રવાના થયા બાદ લગભગ 100 મીટર ગયું ત્યારે એરપોર્ટ ફાયર સ્ટેશન સામે તેનું જમણી બાજુનું પાછળનું ટાયર ધડાકા સાથે ફાટતા તેમાંથી ધુમાડા નિકળવા માંડ્યા હતા. ટાયર ફટયાબાદ  બે ફાયરબ્રિગેડે ટાયર પર પાણીના મારો ચલાવી આગ બુઝાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ફ્લાઇટ સાંજે 7.23 વાગે 188 પેસેન્જરો સાથે સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 085 બેંગકોક જવા રવાના થઈ હતી. આ ફ્લાઇટ થી દિલ્હી જતી 4 ફલાઇટને વડોદરા ડાયવર્ટ કરાઈ અને ઘટનાને પગલે 25થી વધુ ફલાઈટ અસર થઈ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.