પ્રથમ ક્વાર્ટરમાં 789 કરોડ રૂપિયાની નુકસાની, સીએફઓ સંજીવ તનેજાએ રાજીનામુ આપ્યું
હાલ ઉડયન ક્ષેત્રને ઘણી માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. ફરી એક વખત સ્પાઇસજેટ ખાડામાં ઉતરી ગયું છે એને તેને પ્રથમ ક્વાર્ટર માં જ 790 કરોડ જેટલી નુકસાની વહેંચવી પડી છે. એટલું જ નહીં કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર સંજીવ તને જાય પણ રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ એરલાઇન્સ કંપની દ્વારા જે યોગ્ય સુવિધાઓ ગ્રાહકોને આપવી જોઈએ તે ન અપાતા સ્પાઇસજેટ ને ઉડાન ભરવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
નહીં ભારે નુકસાની હોવાના કારણે બે પ્લેનોને પણ ડીરજીસ્ટર કરવામાં આવ્યા છે. આર્થિક સંક્રામણ ભોગવતું સ્પાઇસ જેટ એરલાઇને સતત બીજા મહિને પણ પોતાના કર્મચારીઓને પગાર આપવામાં નિષ્ફળ નિવડ્યું છે કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલના ભાવ સતત વધતા કંપનીને ઘણી માટી અસરનો સામનો કરવો પડ્યો છે.
કંપનીને યોગ્ય શિખરે પહોંચાડવામાં નિષ્ફળ રહેલા ચીફ ફાઈનાન્સિયલ ઓફિસરે નુકસાની થતા પોતાનું રાજીનામું આપી દીધું છે ત્યારે પ્રશ્ન એ છે કે ફરી સ્પાઇસ જેટ ક્યારે પોતાની ઉડાન ભરશે. ની ઉતરોતર નુકસાની નો સામનો કરી રહી છે ત્યારે આવનારા સમયમાં જોવાનું એ રહ્યું કે કંપની ફરી સ્થિર થશે કે કેમ ?