રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જુનાગઢ હયુમન લાઇબ્રેરીની લીધી મુલાકાત

રાજ્યયપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ, કલેકટર કચેરી ખાતે કાર્યરત હ્યુમન લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. રાજયપાલ એ હ્યુમન લાઈબ્રેરીના નવતર અભિગમને બીરદાવતા જણાવ્યું  કે, આ લાઈબ્રેરી અનોખી છે, પ્રેરણારૂપ છે. અહી વૃધ્ધો, યુવાનો, સરકારી કર્મચારીઓ તેમના સુખદુખ એક બીજા સાથે વહેંચી શકે છે. આ લાઇબ્રેરીમાં શેરીંગથી લોકો હળવા થશે. અહિ લાઇબ્રેરીમાં યુવાનો, વડિલો એમ કોઇ એકબીજા સાથે સમય પસાર કરવાથી બે જનરેશન વચ્ચેનું અંતર ઓછુ થશે. તેમજ તનાવથી મુકત બનશે. આમ,  એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે.

આ તકે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર  નાયબ મામલતદાર  પ્રતીપાલસીંહ રાયજાદાનુ રાજયપાલના હસ્તે પ્રશસ્તીપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

આ તકે કલેકટર રચિત રાજે રાજ્યપાલને જૂનાગઢની ઓળખ સમા ગિરનાર અને પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફે, ધ હ્યુમન લાઇબ્રેરીને દર્શાવતો મોમેન્ટો અર્પણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જૂનાગઢ  નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.