રૂડા વિસ્તારમાં રસ્તા, પાણી પુરવઠા યોજના, હાઉસીંગનાં કામો, ટી.પી. સ્કીમ તેમજ 24 ગામોની બલ્ક વોટર સપ્લાય સ્કીમની સમીક્ષા કરતા રૂડાના ચેરમેન
રૂડાનાં ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ દ્વારા રૂડા કચેરીની મુલાકાત લઇ રૂડા વિસ્તારનાં ચાલતા રસ્તા, બ્રીજીસ, આવાસ, તથા ટી.પી સ્કીમ તેમજ પાણી પુરવઠા યોજનાના કામગીરીની સમીક્ષા કરેલ તેમજ કચેરીનું નિરિક્ષણ કરી સબંધિત અધિકારીઓને જરૂરી સુચનો તથા માર્ગદર્શન આપવામાં આવી હતી. ચેરમેન દ્વારા રૂડાનાં 24 ગામોની બલ્ક વોટર સપ્લાય સ્કીમની પ્રગતિમાં રહેલ કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
રૂડા વિસ્તારમાં પાઇપ લેઇંગની કામગીરી તથા ગવરીદડ ખાતે તૈયાર થયેલ 25 એમ.એલ.ડી ક્ષમતાનાં જળ શુધ્ધીકરણ પ્લાન્ટની મુલાકાત લઈ તેમણે માહિતી મેળવેલ. ઉપરોકત પાણી પુરવઠા યોજના સત્વરે પુર્ણ કરવા ઠેકેદાર તથા અધિકારીઓને સુચના આપી હતી.
આ સમગ્ર મુલાકાત દરમ્યાન મ્યુનિસિપલ કમિશ્નર તથા રૂડાના ચેરમેન સાથે મુખ્ય કારોબારી અધિકારી રાજેશકુમાર ઠુમર તથા પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે તેમજ રૂડાનાં કાર્યપાલક ઇજનેર એસ આર પટેલ સાથે જોડાયાં હતા. પાણી પુરવઠા યોજનાનાં પ્રોજેકટની કામગીરી અંગે રૂડાનાં ડાયરેકટર(પ્રોજેકટસ) બી.એ.મારૂ દ્વારા કમિશ્નરને વાફેક કરવાયા હતા.