કોઠારીયા મેઈન રોડ પર બની રહેલ વિવિધ સુવિધાઓથી સજ્જ આધુનિક વાંચનાલયમાં અંદાજીત 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે: અમિત અરોરા
રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે વોર્ડ નં. 18માં કોઠારીયા રોડ પર નવા બની રહેલ ગાર્બેઝ સ્ટેશન, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, વાંચનાલયની વિઝિટ કરી હતી. વોર્ડ નં. 18ની વોર્ડ ઓફિસમાં ટેક્સ, બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્કુલ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, લાઈબ્રેરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિગેરે સંબંધી મુદ્દાઓની સમીક્ષા કરી હતી.
વોર્ડ નં. 18માં કોઠારીયા મેઈન રોડ બની રહેલ ગાર્બેઝ સ્ટેશન અને સીએચસી સ્ટેશનની કામગીરી હાલ ચાલી રહી છે, તેની કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ કરવા મ્યુનિ. કમિશનરએ સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ અને વાંચનપ્રિય નાગરિકો માટે કોઠારીયા રોડ પર બની રહેલ વાંચનાલયની પણ મ્યુનિ. કમિશનરશ્રીએ વિઝિટ કરી હતી. આ વાંચનાલયમાં 25 ડ્ઢ 25નો એક મોટો રૂમ, ટોઇલેટ બ્લોક વગેરેનુ રીનોવેશનનું કામ પુર્ણ થયેલ છે. હોલનુ ફ્લોરીંગ કામ તથા પીવાના તથા વાપરવાના પાણી માટેની વ્યવસ્થાનુ કામ ચાલુ છે. ત્યાર બાદ વિજળી કનેક્શન તથા લાઇટ પંખાની સુવિધા માટે કામગીરી હાથ ધરવામા આવશે. વિધાર્થિઓને બેસવા માટે ચેર તથા ટેબલની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ વાંચનાલયમા અંદાજીત 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.
આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, સિટી એન્જી. અઢીયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, પી.એ.(ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મેડીકલ ઓફિસર જયેશ વકાણી, આસી. મેનેજર આરદેશણા, એ.ટી.પી. વિપુલ મકવાણા, ડી.ઈ.ઈ. નિકેશ મકવાણા, વોર્ડ ઓફિસર નિલેશ કાનાણી હાજર રહ્યા હતા.