Suzuki ઇન્ડિયાએ ભારતમાં પોતાની નવી 2018 Hayabusa ને લોન્ચ કરી છે. 2018 Suzuki Hayabusaની કિંમત 13.87 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકોને આ બાઇક બે નવા કલર પર્લ મીરા રેડ, પર્લ ગ્લેશિયર વ્હાઇટ અને ગ્લાસ સ્પાર્કલ બ્લેકમાં ઉપલબ્ધ રહેશે. Suzukiએ જાણકારી આપી છે કે 2018 Hayabusa 9થી 14 ફેબ્રુઆરી સુધી યોજાનાર આગામી ઓટો એક્સ્પોમાં હાજર રહેશે.
2018 suzuki Hayabusaમાં 1340cc 4-સિલિન્ડર ફ્યૂલ ઇન્જેક્ટેડ, લિક્વિડ ફૂલ્ડ DOHC એન્જીન આપવામાં આવ્યું છે. જે 197bhp નું મેક્સિમમ પાવર અને 155 Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે.
એન્જીનને ટ્રાન્સમિશન માટે 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ બાઇક 0-100kmph સુધીની સ્પીડ માત્ર 2.74 સેકન્ડમાં પકડી લે છે. તેની ટોપ સ્પીડ 299 kmph છે.
suzuki Hayabusa ભારતમાં પ્રિમિયમ સુપરબાઇક સેક્શનમાં ઘણી પોપ્યુલર છે. તેથી કંપની ભારતમાં Hayabusa માટે CKD રૂટ યુઝ કરે છે. માર્ચ 2016થી કંપની ગુરુગ્રામ સ્થિત પોતાની ફેક્ટરીમાં આ બાઇકને એસેમ્બલ કરે છે. અપડેટેડ Suzuki Hayabusa દેશભરમાં કંપનીના મોટા શોરૂમમાં ઉપલબ્ધ રહેશે.