Abtak Media Google News

રેલ્વેમાં મોટા સુધારાઓની આશા સાથે કમાન સંભાળનારા રેલમંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે ઘણી મોટી જાહેરાત કરી. રેલમંત્રીએ કહ્યું કે ૧ નવેમ્બરથી ૭૦૦ થી વધારે ટ્રેનોની સ્પીડ વધારવામાં આવશે. ૪૮ એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે.

રેલમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યુ કે ટિકીટ ચેકર અને આરપીએફના જવાન વર્દીમાં રહેશે. દેખરેખ અને યાત્રી સેવાઓમાં સુધારો લાવવા માટે મોબાઇલ એપ્સનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ ટ્રેનો, સ્ટેશનો અને કાર્યલયોમાં ૧૦૦% ઇકો ફ્રેન્ડલી એલઇડી લાઇટ્સ, પંખા, એસી લગાવવામાં આવશે, કારણ કે પ્રદૂષણ નિયંત્રણને પ્રોત્સાહન મળી શકે. રેલ્વેમાં ગેંગમેનને બેસિક કિટ અને સુવિધાઓ આપવામાં આવે. મુંબઇ લોકલમાં ૧૦૦થી વધારે નવી સેવાઓની જલ્દી શરૂઆત કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.