ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે, જેમાં 2-1 પર લીડ મેળવી લીધી છે. ટેસ્ટ મેચ બાદ તેમની વચ્ચે એક દિવસીય મેચ યોજાશે. તેમાં 23,26 અને 28 માર્ચે પૂર્ણેના ગાહૂજેના એનસીએ સ્ટેડિયમમાં મેચ રમાશે. પરંતુ અચાનક મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા હવે ખાલી સ્ટેડિયમમાં મેચનું આયોજન કરવામાં આવશે.
એમસીએએ માહિતી એપી હતી કે, અચાનક મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ ગંભીર સ્થિતીને ધ્યાનમાં રાખિને મેચનું આયોજન સ્થગિત પણ કરવામાં આવી શકે છે. પરંતુ ઈંગ્લેન્ડની ટીમ ભારત આવી ચુકી છે તેથી સેફ્ટીને ધ્યાનમાં રાખીને હવે ખાલી સ્ટેડિયમાં મેચનું આયોજન કરવામાં આવશે.
વન-ડે મેચને લઈને એમસીએ અધ્યક્ષ વિકાસ કાટકરે મહારાષ્ટ્રના સીએમ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મેચનું આયોજન ખાલી સ્ટેડિયમમાં કરવામાં આવશે. સાથે ખેલાડીઓ અને મેચના અધિકારીઓના કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવુ પડશે. સ્ટેડિયમમાં મેચ ન થાય તે માટે શરદ પવારે એમસીએનો આભાર વ્યક્ત કર્યો હતો.