• કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ  મોટી સંખ્યામાં લોકો  કુદરતી સૌદર્યને નિહાળવા અને ધુબાકા મારવા પહોંચી ગયા

ધોધમાર વરસાદથી રાજકોટ જિલ્લામાં ગત મોડી રાતથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે ધોરાજીના પાટણવાવ નજીક આવેલા ઓસમ ડુંગર પર અદ્ભુત દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદથી ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો હતો. વરસાદથી ઓસમ ડુંગર પર હરિયાળીથી ખીલી ઉઠી છે.

ઓસમ ડુંગર પર સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળમાં પણ સમાવેશ થાય છે.ચોમાસા દરમિયાન અહીં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. હાલ ઓસમ ડુંગર પર ધોધમાર વરસાદથી નયનરમ્ય નજારાઓ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે અને મોટાભાગના તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી જોવા મળી રહ્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ખાતે આવેલ ઓસમ ડુંગર ખાતે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો આ કુદરતી સૌદર્યાંને નિહાળવા અને ધુબાકા મારવા પહોંચી ગયા હતા. ડુંગરની ચારે બાજુથી ઝરણા વહેતા આંખને ઠારે તેવા અલૌકિક દ્રશ્યો સર્જાય.

ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવા નજીક આવેલા જોવાલાયક સ્થળમાંથી એક છે. અહીં પ્રકૃતિ શિબિર પણ યોજાઈ છે. સ્થાનિક લોકોની માન્યતા મુજબ આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અવશેષો જોવા મળે છે. પાંડવો વનવાર દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.