અબતક, રાજકોટ
વિશ્ર્વ હિન્દુ પિરષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા રૂપે પરંપરાગત રીતે અવિરત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. છેલ્લા ઘણા સમયથી આ માટે અનેક કાર્યકરો ઉત્સાહભેર તૈયારીને આખરી ઓપ આપી રહયાં છે. કાર્યાલય ખાતેથી ધજા-પતાકા, ઝંડી સહિતના સુશોભનની સામગ્રી ઉપરાંત પ્રચાર સાહિત્ય પણ વિતરણ કરવામાં આવી રહયું છે. શહેરભરના અનેક લત્તાઓ ગોકુળીયો શણગાર સજી રહયાં છે. લત્તે લત્તે સુશોભન, રોશની, પંડાલ વિગેરેનું કાર્ય પૂરજોશમાં ચાલી રહયું છે. આગામી તા.30ને સોમવારને આઠમના રોજ કિશાનપરા ચોક ખાતે એક ધર્મસભા યોજાશે.
ત્યારબાદ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. જે શોભાયાત્રા તેના શહેરભરના રાજમાર્ગો પર રૂટ ઉપર ફરશે.
ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય દિન એવા જન્માષ્ટમી પ્રસંગે સવારે 8-00 કલાકે કિશાનપરા ચોક ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવશે. આ વખતની ધર્મસભામાં ધર્માધ્યક્ષ્ા તરીકે સ્વામીનારાયણ ગુરૂકુળ પિરવારના પ.પૂ. ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્થાન શોભાવશે.
આ વખતની શોભાયાત્રાની આછેરી ઝલક જોઈએ તો રાજકોટના કિશાનપરા ચોક ખાતેથી શરૂ થનારી આ શોભાયાત્રા તેના નિશ્ર્ચિત કરેલ રૂટ ઉપર રાજકોટના મુખ્ય માર્ગો ઉપર ફરીને બાલક હનુમાન ચોક, રણછોડનગર ખાતે સમાપન થશે. આ શોભાયાત્રામાં મર્યાદિત સંખ્યામાં વાહનો, ફલોટસ અને કાર્યકરો જોડાશે. પોલીસ ડિપાર્ટમેન્ટ સમગ્ર રૂટમાં ટ્રાફીક સંચાલન અને સુરક્ષ્ાા પુરી પાડવાનું કાર્ય કરશે. આ શોભાયાત્રામાં મર્યાદિત ફલોટસ તથા ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય પ્રતિમાના દર્શનનો લાભ અબાલ-વૃધ્ધ, ભાઈઓ-બહેનો સહિતના તમામ લોકો લેશે.
રથયાત્રાના રૂટ પર અનેક સમાજના આગેવાનો, મંડળો, સંસ્થાઓ જ્ઞાતિ દ્વારા ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત ઉમળતાભેર કરવામાં આવશે. અનેક મંડળો, સંસ્થા, ગ્રુપ દ્વારા શરબત, પાણી, ફરાળ, પ્રસાદી, ફળાહાર, છાશ સહિતનું વિતરણ કરવામાં આવશે. શોભાયાત્રાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે હજારોની સંખ્યામાં ઝંડીઓ રથયાત્રાના રૂટ પર તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર વિ.હિ.પ.ના કાર્યર્ક્તાઓ દ્વારા લગાડવામાં આવી છે. શહેરના મુખ્ય ચોકમાં ધ્વજારોહણ અને લત્તે-લત્તે સુશોભનને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. શોભાયાત્રાના પ્રચાર અર્થે સમિતિ દ્વારા ધજા, પતાકા સહિતનું અનેક સાહિત્ય મોટી સંખ્યામાં છાપવામાં આવ્યુ હતું. શોભાયાત્રા પ્રસંગે અનેક સંતો-મહંતો, સાધુઓ, સામાજીક, રાજકીય, સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા આગેવાનો, મોભીઓ, શ્રેષ્ઠીઓ શોભાયાત્રામાં ઉપસ્થિત રહેશે. સમગ્ર શોભાયાત્રા સુંદર રીતે પાર પાડવા માટે સમગ્ર રાજકોટનો પોલીસ સ્ટાફ, ટ્રાફીક પોલીસ વિભાગ, બજરંગદળ અને દુર્ગાવાહીનીના કાર્યર્ક્તા ભાઈઓ-બહેનો પોતાની સેવા આપશે અને શોભાયાત્રાને વ્યવસ્થા અને સુરક્ષ્ાાનું ક્વચ પૂરું પાડશે.
રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા વિનામૂલ્યે ફલોટ માટે વાહનો પુરા પાડવામાં આવેલ છે. આ વાહનના વાહન ચાલકો પણ કોઈજાતનો ચાર્જ લીધા વગર નિ:સ્વાર્થ ભાવે સેવા આપી રહયાં છે.
લતા સુશોભન માટે રાખવામાં આવેલી સ્પર્ધાને ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહયો છે. આ માટે અનેક એન્ટ્રીઓ માટે રજીસ્ટ્રેશન આવી ચુક્યું છે અને હાલમાં પણ આ રજીસ્ટ્રેશન ચાલુ છે. જેને સમિતિ દ્વારા બનેલી નિર્ણાયક કમીટીના મુલ્યાકન બાદ ઈનામ આપીને નવાજવામાં આવશે. આ તમામ કૃતિની સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધક મંડળ, સંસ્થા, ગૃપ દ્વારા તા. ર9ના રોજ આ તમામ કૃતિઓ ખુલ્લી મુક્વામાં આવશે. તા.ર9 તથા 30 એમ બે દિવસ જન્માષ્ટમી મહોત્સવ સમિતિની નિર્ણાયક કમીટીની ટીમ આ કૃતિઓની મુલાકાત લેશે. આ ટીમ દ્વારા મુલ્યાંકન થયા બાદ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય ક્રમાંક આપી બહુમાન અને ઈનામથી નવાજવામાં આવશે.
આ તકે જન્માષ્ટમી મહોત્સવ સમિતિક દ્વારા દરેકને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે કોવિડ-19ની પિરસ્થિતિને હિસાબે સરકારી ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં જ શોભાયાત્રા જોડાવવાનું હોય અપેક્ષ્ાીત લોકોને કાર્યાલય ખાતેથી રથયાત્રામાં જોડાવા માટેના પાસ વિતરણ કરવામાં આવશે. આ પ્રવેશ પાસ ધરાવનાર મર્યાદિત લોકો જ આ રથયાત્રામાં જોડાઈ શકશે. તો તમામ ખાસ અનુરોધ કરવાનો કે આ વખતે સરકારી નીતિ-નિયમોને અનુસરવામાં મદદરૂપ થાય અને રથયાત્રામાં જોડાવાને બદલે રથયાત્રાના દર્શનનો લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.
રાજકોટના પોલીસ કમિશ્નરના સહયોગથી પોલીસ ડિપાર્ટમેન્ટ તથા ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા દરમ્યાન સુરક્ષ્ાા અને વાહન વ્યવહાર સુચારૂ રૂપે થઈ શકે તે માટે સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. આ રથયાત્રાને સફળ બનાવવા દરેક સહાયોગ કરે તેવી અપેક્ષ્ાા મહોત્સવ સમિતિના હોદેદારોએ તમામ પાસે રાખી છે. આ તકે શાંતુભાઈ રૂપારેલીયા, અધ્યક્ષ્ા, હસુભાઈ ચંદારાણા, કા. અધ્યક્ષ્ા, આલાપભાઈ બારાઈ અધ્યક્ષ્ા,નિતેશભાઈ કથીરીયા, મંત્રી, વિનુભાઈ ટીલાવત કોષાધ્યક્ષ્ા, રાહુલભાઈ જાની મંત્રી, સુશીલભાઈ પાંભર, મંત્રી, નાનજીભાઈ સાખ કાર્યાલય મંત્રી, હર્ષભાઈ વ્યાસ બજરંગદળ સંયોજક, હર્ષિતભાઈ ભાડજા બજરંગદળ સંયોજક ઉપસ્થિત રહેશે. શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ધર્મયાત્રા (રથયાત્રા) રૂટ 8-00 ધર્મસભા કિશાનપરા ચોક, 9-00 ધર્મયાત્રા પ્રસ્થાન કિશાનપરા ચોક, 9-10 અકિલા ચોક (જિલ્લા પંચાયત ચોક), 9-1પ ફુલછાબ ચોક, 9-ર0 હરીહર ચોક, 9-30 પંચનાથ મંદિર રોડ, 9-3પ લીમડા ચોક, 9-40 ભાવનગરનો ઉતારો એસ.બી.એસ. બેંકની બાજુમાં 9-પ0 ત્રિકોણબાગ થી 10-00 ગેસ્ફોર્ડ ટોકીઝ થી 10-10 માલવીયા ચોક થી 10-1પ લોધાવાડ ચોક થી 10-ર0 ભુતખાના ચોક થી 10-30 કેનાલ રોડ થી 10-3પ જિલ્લા ગાર્ડન ચોક 10-40 રામનાથપરા જેલ ચોક, જુનુ બી-ડીવીઝન પોલસ સ્ટેશન થઈ 10-પ0 ચુનારાવાળ મેઈન રોડ 11-00 ચંપકનગર 11-10 સંતકબીર રોડ 11-ર0 કે.ડી. કોમ્પલેક્ષ્ા ચોક 11-30 ગોંવિદબાગ શાકમાર્કેટ 11-40 બજરંગ ચોક, 11-પ0 બાલક હનુમાન ચોક ખાતે સમાપનથી નીકળશે શોભાયાત્રા.
શોભાયાત્રામાં ર ડી.સી.પી., 8 એ.સી.પી સહિત 1ર37 પોલીસ જવાનોનો બંદોબસ્તમાં તહેનાત
કોરનો કાળ બાદ આગામી જન્માષ્ટમીએ રાજકોટ શહેરમાં મર્યાદિત સંખ્યામાં રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજે ડી.સી.પી. મનોહરસિંહ જાડેજાએ શોભાયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાળવેલ પોલીસ બંદોબસ્તની માહિતી આપી હતી.
રાજકોટ શહેરમાં બે વર્ષ બાદ જન્માષ્ટમીની શોભાયાત્રાને મંજૂરી મળી છે જો કે રૂટ ટૂંકાવી નાખવામાં આવ્યો છે. સાથોસાથ મર્યાદીત સંખ્યા અને મર્યાદિત વાહનો સાથે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે મંજૂરી આપવામાં આવી છે.
રથયાત્રામાં ર00થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં અને બહારથી જ શોભાયાત્રાના દર્શન કરવા મુખ્ય રથ અને પાંચ વાહનોની આગળ પાછળ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
શોભાયાત્રાના રૂટ પર 7 સંવેદનશીલ પોઇન્ટ પર એક પી.એસ.આઇ., ર પોલીસના જવાન અને ર હોમગાર્ડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ર9 ધાબા પોઇન્ટમાં એક પોલીસ જવાન હેન્ડસેટ સાથે અને એક હોમગાર્ડઝ બાયોનોક્યુલર સાથે તમામ ગતિવિધી પર નજર રાખશે.
આ ઉપરાંત સમગ્ર શહેરમાં ર ડી.સી.પી. 8 એ.સી.પી., 15 પી.આઇ., 4ર પી.એસ.આઇ., 8 મહિલા પી.એસ.આઇ., 441 પોલીસના જવાન, 1રર મહિલા પોલીસ, એક એસ.આર.પી.ની કંપની, બોમ્બ સ્કવોર્ડ, 16ર હોમગાર્ડના જવાન, 331 ટ્રાફિક વોર્ડન મળી કુલ 1ર37 પોલીસ ફોર્સની બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.
સમગ્ર શોભાયાત્રાના રૂટમાં ખાસ કરીને જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, લીમડા ચોક, ત્રિકોણ બાગ, માલવીયા ચોક, લોધાવાડ ચોક, ભૂતખાના ચોક, એસ.બી.એસ.ટી. પોઇન્ટ, પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.