- ભારતમાં નિહાળી શકાશે નહી જેથી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે જાથા
National News : દુનિયાના દેશો અને અમુક પ્રદેશોમાં સોમવાર તા. 8 મી એપ્રિલે અમુક દેશો-પ્રદેશોમાં ખગ્રાસ અને ખંડગ્રાસ ગ્રહણનો અભુત અવકાશી નજારો જોવા મળવાનો છે. આ ગ્રહણની અવધિ પ કલાક ને 10 મિનિટની છે જે ઉત્તર-મધ્ય અમેિરકા, મેક્સિકો, પૂર્વ કેનેડામાં અભુત દેખાવાનું છે. વૈજ્ઞાનિકોએ સંશોધનો માટે પોતાના સ્થળની પસંદગી કરી લીધી છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવું અતિ જોખમી છે. ભારતમાં આ ગ્રહણ જોવા મળશે નહિ ત્યારે રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.
સંવત ર080 ફાગણ કૃષ્ણ પક્ષ ને અમાસ તા. 8 એપ્રિલ, સોમવાર મીન રાશિ રેવતી નક્ષત્રમાં થનારૂં ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. જયારે સૂર્યગ્રહણ ઉત્તર-મધ્ય અમેિરકા, પૂર્વ કેનેડામાં અલૌકિક જોવા મળવાનું છે. આ ઉપરાંત ગ્રહણ, ઉત્તર-દક્ષિણ પેસિફિક મહાસાગર, લેબે્રડર સમુ, ગ્રીનલેન્ડ સમુ, આઈસલેન્ડ સમુ, નોર્વેજીત સમુ, કેનરીઅસ સમુ વગેરે વિસ્તારોમાં જોવા મળવાનું છે.
જાથાના રાજય ચેરમેન – એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આ ગ્રહણ પૃથ્વી ઉપર પ કલાક 10 મિનિટ જોવા મળવાનું છે તેમાં પૂર્વ કેનેડામાં 04 મિનિટ ર8 સેક્ધડ સુધી ખગ્રાસ અવસ્થા અતિ દુર્લભ જોવા મળવાનું છે. માનવી માટે જીજ્ઞાસા સાથે સંશોધનનો શ્રેષ્ઠ સમય છે ત્યારે પશુ-પંખી
માટે વિચલિત થઈ જાય તેવી અવસ્થા સાબિત થશે. તેમને એકાએક અંધકાર, પ્રકાશનું ગાયબ થઈ જવું કુતુહુલ સાબિત થવાનું છે. ભારતમાં ખગ્રાસ કે ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળવાનું નથી. વિશ્વના અમુક સોમવારે ખગ્રાસ સૂર્યગ્રહણનો અભુત અવકાશી નજારો દેશ-પ્રદેશોમાં આશરે 0પ કલાક 10 મિનિટ સુધી ગ્રહણનો અવકાશી નજારો આબેહુબ જોવા મળવાનો છે. આ ગ્રહણ અભુત-અલૌકિક છે. જીંદગીનો યાદગાર પ્રસંગ છે. માનવ જાતે વિજ્ઞાન ઉપકરણથી જોવાલાયક નજારો છે. વિશ્વના વૈજ્ઞાનિકોએ પોતાની જગ્યા નિયત કરી વ્યવસ્થા આરંભી દીધી છે.વિશ્વના વૈજ્ઞાનિકો અદ્યતન સાધનોથી લોક કલ્યણકારી સંશોધનો કરશે. ગ્રહણની અસરો,પશુ-પંખી-પક્ષી અને તેની ગતિવિધિ સાથે સાર્વત્રિક અભ્યાસ કરશે. વિશ્વ આખું તા. 8 મી એપ્રિલે
ટી.વી. માં ગ્રહણ સંબંધી વિસ્તૃત માહિતી આપશે. ઘર બેઠા નજરે ગ્રહણ જોઈ શકાય છે. ચં-સૂર્યગ્રહણનોમાત્ર ને માત્ર અવકાશી ખગોળીય ઘટના ભૂમિતિની રમત, પિરભ્રમણના કારણે ઘટના બને છે.લાખો-કરોડો માઈલ દૂર અવકાશી ઘટના બને છે તો પણ વૈજ્ઞાનિકો માનવ જાતની સુખાકારી માટે સંશોધનો કરે છે. જાથના જયંત પંડયા વધુમાં જણાવે છે કે ભારતભરમાં ગ્રહણ સમયે વૈજ્ઞાનિક સમજ સાથે ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. સદીઓ જુની માન્યતાનું ખંડન સ્થળ ઉપર કરવામાં આવશે. લેભાગુઓના ફળકથનોની હોળી કરવામાં આવશે. લોકોમાં માનસિક ભય-ડર દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે. પૃથ્વી ઉપર હજારો ચંદ્ર-સૂર્યગ્રહણો પસાર થઈ ગયા છે. માત્ર ખગોળીય ઘટના છે તેવું વિજ્ઞાનની મદદથી સાબિત કરવામાં આવશે. ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે દાયકાઓ જુની રી દંતકથાઓ, માન્યતાઓ, પરંપરાઓનો આધાર મુકી માત્ર ને માત્ર ગુમરાહ કરવાનું કામ કરે છે.
માનવીની કર્મકાંડ-ક્રિયાકાંડો, વૈધાદિ નિયમો સુતક-બુતક ઠોકી, શારીિરક-માનસિક, આર્થિક શોષણનું કામ લેભાગુઓએ ઉભું ર્ક્યું છે. તેનાથી સાવધાન રહેવા જાથા ગામે ગામ જાગૃતિ અભિયાન ચલાવે છે. વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે.