પ્રો.ડી.જી.કુબેરકર અને ડો.કે.આર.રામે ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા: એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા વિદ્યાર્થીઓમાં સાયન્સ સ્કીલ ડેવલપ કરવા કોન્ફરન્સનું આયોજન કર્યું
એચ.એન.શુકલા ગ્રુપ ઓફ કોલેજ છેલ્લા ૨૦ વર્ષથી સતત શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. જે સંસ્થાના ૧૭ જેટલા વિવિધ કોર્ષ ચાલુ છે અને સંસ્થા દ્વારા અવાર-નવાર વિદ્યાર્થીઓને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સ્ટેટ લેવલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રો.ડી.જી.કુબેરકર અને ડો.કે.આર.રામે ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓને સ્પેકટ્રોકોપી અને નેનો ટેકનોલોજીના વિષય પર માહિતગાર કર્યા હતા.
આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન લેવલે બનતી ઘટનાઓ અને પઘ્ધતિઓ સમજવા માટે અને જ્ઞાન વધે તે મુખ્ય ઉદેશથી કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સ એચ.એન.શુકલ કોલેજના પ્રિન્સીપાલ ડો.મેહુલ રૂપાણી, ડો.કે.આર.રામ અને પ્રો.ડી.જી.કુબેરકરે દીપ પ્રાગટય કરીને શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ ડો.કે.આર.રામે વિદ્યાર્થીઓને સ્પેકટ્રોકોપી વિષય પર માહિતગાર કર્યા હતા. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને કોન્ફરન્સનો લાભ લીધો હતો. કોન્ફરન્સને સફળ બનાવવા કોલેજના પ્રિન્સીપાલ મેહુલભાઈ રૂપાણી અને સંજય વાઢેરે તેમજ અન્ય સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
એચ.એન.શુકલા કોલેજના પ્રિન્સીપાલ ડો.મેહુલ રૂપાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એચ.એન.શુકલા કોલેજ દ્વારા અંડર ગ્રેજયુએટ એટલે એસ.વાય. અને ટી.વાય.નાં વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેટ લેવલે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રનાં વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓને આ કોન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. મુખ્ય બે વિષય જે આજના અને ભવિષ્યમાં ભારતનાં વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તે નેનો ટેકનોલોજી અને સ્પેકટોસ્કોપી જેના વિષય ઉપર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રકારનું કોન્ફરન્સ માસ્ટર્સ અથવા પ્રોફેસરો માટે થતું હોય છે, કયારે પણ અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ માટે નથી કરવામાં આવતું.
એચ.એન.શુકલા કોલેજના સંજય વાઢર (ટ્રસ્ટી અને કેમ્પસ ડાયરેકટર)એ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સાયન્સ ગ્રેજયુએશન માટેનો સેમિનાર છે. જેમાં એસ.વાય અને ટી.વાય.નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. સમાજમાં વિજ્ઞાનની જાગૃતા વધે ખરેખર આ સેમિનાર પ્રોફેસરો માટેનો હોય છે પરંતુ આ સેમિનારમાં અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ જોડાઈ તે મુખ્ય ઉદેશ્ય હતો. આ સેમિનાર બે સેશનમાં વિભાજીત થયેલો છે. જેમાં મોનિર્ંગ સેશનમાં ડી.જે.કુબેરકરે વિદ્યાર્થીઓને નેનો ટેકનોલોજી વિશે માહિતગાર કર્યા હતા. જેમાં બીજા સેશનમાં એસ.પી.યુનિ.ના કે.કે.રામ દ્વારા સ્પેકટોસકોપી ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.
ડો.કે.આર.રામે જણાવ્યું હતું કે, આ પ્રકારનું આયોજન સમયાંતરે થતું રહેવું જોઈએ. કારણકે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળતું હોય છે અને હાલની પરિસ્થિતિમાં વિજ્ઞાનમાં શું ચાલી રહ્યું છે. તેનાથી તેઓ માહિતગાર થતા હોય છે. તેથી આ પ્રકારની કોન્ફરન્સથી તેઓના આત્મવિશ્ર્વાસમાં વધારો જોવા મળતો હોય છે. હું વિદ્યાર્થીઓને સ્પેકટોસ કોપી વિષય ઉપર માહિતી આપીશ, પરંતુ સવિશેષ એનેમાં સ્પેકટોસકોપી ઉપર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવશે.