ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લા એક અઠવાડીયાથી સરકારી કચેરીઓમાં હેલ્મેટ અંગેની કડક કાર્યવાહીથી સરકારી કર્મીઓમાં નારાજગી
રાજકોટના શહેરીજનો વર્ષોથી ટ્રાફીકના નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. જેથી ટુ-વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ માથાની સુરક્ષા માટેનું અગત્ય હોવા છતાં આળસના કારણે હેલ્મેટ પહેરવાનું ટાળી રહ્યા છે. શહેર પોલીસના નવનિયુકત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આવતાની સાથે રાજકોટવાસીઓની ટ્રાફીક અંગેની બેદરકારી સામે કાર્યવાહી હાથ ધરવાની ટ્રાફીક પોલીસને સુચના આપીને સૌ પ્રથમ ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરતા કરવાનું બીડુ ઝડપ્યું છે.
શહેર ટ્રાફીક પોલીસ સ્ટાફે સૌ પ્રથમ પોલીસ કમિશ્નર કચેરી, પોલીસ સ્ટેશનો પર ખાસ ઝુંબેશ હાથ ધરીને હેલ્મેટ વગર આ સ્થાનો પર આવતા ટુ-વ્હીલર ચાલકોને દંડ ફટકારવાની શરુઆત કરી હતી. જે બાદ વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં હેલ્મેટ અંગેની જાગૃતા આવે તે માટે કોર્પોરેશન, જીલ્લા પંચાયત કલેકટર કચેરી વગેરે ખાતે ઝુંબેશ હાથ ધરી હતી.
સૌથી વધારે સરકારી કચેરીઓ જયાં આવેલી છે તેવા શહેરના બહુમાળી ભવન ખાતે પણ ટ્રાફીક પોલીસ સ્ટાફ દ્વારા છેલ્લા એક અઠવાડીયાથી હેલ્મેટ અંગે ઝુંબેશ હાથ ધરી છે. બહુમાળી ભવન,માં હેલ્મેટ વગર ટુ-વ્હીલર પર આવતા-જતા સરકારી કર્મચારીઓને ૧૦૦ રૂ. નો દંડ ફટકારીને ભવિષ્યમાં હેલ્મેટ પહેરવાની ટ્રાફીક પોલીસ દ્વારા તાકીદ આપવામાં આવી રહી છે.
આ ઝુંબેશ અંગે ટ્રાફીક પોલીસના અંગે ટ્રાફીક પોલીસના પી.એસ.આઇ. એન.આર. જાડેજાએ જણાવ્યું હતું કે ટુ-વ્હીલર ચાલકોમાં હેલ્મેટ પહેરવા અંગેની જાગૃતતા આવે તે માટે સુચનાથી ખાસ ઝુંબેશ છેડવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરતા થાય તો તેની સારી અસર અન્ય વાહન ચાલકો પર પડે અને તેઅનો પણ હેલ્મેટ પહેરતા થાય તે માટે પહેલા પોલીસ સ્ટાફ બાદ સરકારી સ્ટાફ સામે હેલ્મેટ અંગેની ઝુંબેશ છેડવામાં આવી રહી છે.
ટ્રાફીક પોલીસ સ્ટાફ દ્વારા દરરોજ ર૦૦ જેટલા હેલ્મેટ અંગેના કેસો કરવામાં આવી રહ્યા છે. ટ્રાફીક પોલીસ તંત્રની છેલ્લા એક અઠવાડીયાથી બહુમાળી ભવન પર કરવામાં આવી રહેલી કડક કામગીરીથી અનેક સરકારી કર્મચારીઓમાં રોષની લાગણી વ્યા