હૃદય રોગ, લીવર, કેન્સર સર્જરી જેવી વિવિધ જટિલ સર્જરી અને સારવાર
અમદાવાદની મૈરિંગો સિમ્સ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના નિષ્ણાંત ડોકટર દ્વારા રાજકોટની ગીરીરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે દર મહિનાના બીજા શનિવારે કાર્ડિયોલોજીસ્ટ કાડિર્યોથોરાસીસ વાસ્કયુલર અને હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટ સર્જન ડો. ધીરેન શાહ તેમજ લીવર ટ્રાન્સ પ્લાન્ટ અને એચપીબી સર્જન ડો. કપીલ લીયર અને કેન્સર સર્જરીના નિષ્ણાંત ડો. વિકાસ પટેલ અને નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશયન ડો. રીચલ શાહ સવારે11 થી બપોરે 1 વાગ્યા સુધી ઓ.પી.ડી. માં મળશે.
વૈશ્વિક સ્તરે 7000 થી વધુ ફેફસાના પ્રત્યારોપણ કરાયા: ડો. કપીલ લીઅર
ડો. કપિલ લીઅરએ જણાવ્યું હતું કે ફેફસાના પ્રત્યારોપણની વાત પણ આવી જ છે. વૈશ્વિક સ્તરે 7000 થી વધુ ફેફસાના પ્રત્યારોપણ વૈશ્વિકસ્તરે કરવામાં આવવ્યા. જેમાંથી 40 ટકાથી વધુ એકલા યુએસએમાં થાય છે. છેલ્લા દાયકામાં હ્રદય અને ફેફસાના પ્રત્યારોપણ સાથે ભારતની પ્રગતિ દેશમાં નૃતક અંગદાન કાર્યક્રમની વૃઘ્ધિ દર્શાવે છે. ડો. કપિલ લિઅર એ ર00 થી વધુ ફેફસાના પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે. તેમનો પ્રથમ આંતર રાષ્ટ્રીય વિઘાર્થીને રશિયાના રિયાઝાનમાં ઉત્કૃષ્ટ શૈક્ષણીક શ્રેષ્ઠતા માટે આઇપી પાવલોવનો મેડલ એનાયક કરવામાં આવ્યો છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટએ વર્તમાન યુગમાં વરદાનરૂપી: ડો.ધીરેન શાહ
પત્રકાર પરિષદમાં ડો. ધીરેન શાહ એ જણાવ્યું હતું કે બ્રેઇન ડેડ દર્દીના અંગદાનથી ઓગેન ફેલ્યોર દર્દીઓના અંધકારમય જીવનમાં ઉજાસ ફેલાવી શકાય છે. જેમાં હ્રદય ટ્રાન્સપ્લાન્ટએ હ્રદયની અંતિમ તબકકાની બીમારી માટે વર્તમાન યુગમાં વરદાનરૂપી સારવાર છે. હાર્ટ પ્લાન્ટનો નિર્ણય ત્યારે લેવામાં આવે છે જયારે નબળા હ્રદયની સારવારના અન્ય તમામ વિકલ્પો એવા પરિણામો આવી શકતા નથી કે હ્રદયને સારી રીતે ધબકતું રાખી શકે જયારે તમામ હાર્ટ ફેલ્યોર મેનેજમેન્ટના ઉપાયો હ્રદયના પમ્પીંગના કાર્યને સુવિધા માટે મદદરુપ થતા નથી ત્યારે જીવન બચાવવા માટે હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટ એકમાત્ર વિકલ્પ બની જાય છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સફળતાનો આધાર દર્દીની પસંદગીના માપદંડ, યોગ્ય દાતાઓની પસંદગી રોગ પ્રતિકારક શકિત માટે વ્યુહ રચના, ચેપ નિવારણ અને સારવાર તથા ટ્રાન્સ પ્લાન્ટ પછીના દર્દીની દેખરેખ પર આધારીત છે. આ માટે વધારેમાં વધારે અંગદાન થઇ શકે તો હાર્ટ ફેલ્યોર હ્રદયના દર્દીઓને હાર્ટ ટ્રાન્સ પ્લાન્ટની સુવિધા મળી શકે.