બાળકોને મિઝ્લ્સ અને રૂબેલાથી રક્ષિત કરવા રાજ્ય સરકાર દ્વારા મિઝ્લ્સ અને રૂબેલા (એમઆર) રસીકરણ કાર્યક્રમ કરવામાં આવે છે. બાળકને એમઆરની રસીનો પ્રથમ ડોઝ 9 માસની ઉંમરે અને તેની 16 થી 24 મહિના સુધીની ઉંમરમાં બીજો ડોઝ અચૂક મૂકવામાં આવે છે.
બાળકોને ઓરી અને રૂબેલાથી બચાવવા માટે તેમને આ રસીથી રક્ષિત કરવામાં આવે છે. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ખાસ રસીકરણ ઝુંબેશ હાથ ધરી બાળકોને મિઝ્લ્સ અને રૂબેલા સામે રક્ષિત કરવા રસી આપવામાં આવી રહી છે.