૩.૭૮ લાખ પશુઓનું રસીકરણ તથા ૩૮૮૦નું ખસીકરણ કરાયું: ૬૨ હજાર પશુઓને કુત્રિમ બીજદાનની કામગીરી કરાઇ

રાજયસરકાર દ્વારા ખેડુતોની આવકમાં વધારો થાય તથા આર્થિક ઉન્નતિ થાય તે માટે ખેતી સાથે પશુપાલનમાં પણ વૈજ્ઞાનિક અભિગમી પશુઓનું સંવર્ધન, ઉછેર, જાળવણી અને માવજત થાય માટે ઘનિષ્ઠ પશુસુધારણા યોજના અમલી બનાવી છે.

વર્ષ ૨૦૧૯-૨૦ દરમીયાન રાજકોટ સ્થિત નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા ઘનિષ્ઠ પશુસુધારણા યોજના  અન્વયે ૬૮ ઉપકેન્દ્રો મારફત આ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા રાજકોટ તથા મોરબી જિલ્લાના કુલ ૨૩૪ ગામોના ૧,૨૭,૫૬૪ પશુધનને આવરી લેવામાં આવ્યું છે. જેમાં ૯,૭૮૮ પશુઓને પ્રાથમિક સારવાર, ૩,૭૮,૫૮૨ પશુઓનું રસીકરણ, ૩,૮૮૦ પશુઓનું ખસીકરણ તથા ૬૨,૦૧૦ પશુઓને કૃત્રીમ બીજદાનની કામગીરી યેલ છે.

૧૫૦ જેટલા જાતિય રોગના આરોગ્ય સારવાર કેમ્પના આયોજન દ્વારા ૧૮,૭૯૩ પશુઓને જાતિય આરોગ્ય અંગેની સારવાર આપેલ છે તથા ખરવા મોવા રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કુલ ૨,૨૪,૨૬૯ પશુઓને રસીકરણ કરેલ કરવામાં આવેલ છે, તેમ મદદનીશ પશુપાલન નિયામક (પશુ સંવર્ધન)ની યાદીમાં જણાવાયું છે.

ખેડૂતો અને પશુપાલકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે આકાશવાણી અને દુરદર્શન પર અવાર નવાર વાર્તાલાપોમાં પણ વિશદ માહિતી આપવામાં આવે છે. જે અન્વયે ડો. એચ.બી. પટેલ, મદદનીશ પશુપાલન નિયામક (પશુ સંવર્ધન) દ્વારા માદા પશુઓમાં વંધ્યત્વના કારણો તથા વિયાણ સમયે પશુઓમાં લેવાની થતી કાળજી વિષય પરઆકાશવાણી પરી અને ડો. જી.જી.ગોવાણી દ્વારા નવજાત બચ્ચાઓના ઉછેર અને માવજત પર વિશેષ વાર્તાલાપ દુરદર્શન પરી પ્રસારીત કરાયેલ હતો. આમ રાજયમાં પશુપાલનનો પણ ખેતી તથા ઉદ્યોગની માફક આધુનિક ટેકનિક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર સતત કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.