અબતક, રાજકોટ
કોવિડ-19 મહામારીને ઘ્યાનમાં રાખીને તમામ નિયમિત મેલ, એકસપ્રેસ ટ્રેનોને મેલ સ્પેશ્યિલ કોવિડ અને હોલી ડે સ્પેશિયલ ટ્રેનો ચાલશે. પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પશ્ર્ચિમ રેલવેની તમામ નિયમિત ટ્રેનો જે હાલમાં સ્પેશિયલ ટ્રેનો તરીકે દોડી રહી છે તેમને નિયમિત નંબર આપવામાં આવશે.
ભાડાથી સંચાલીત કરવામાં આવશે. આ મુસાફરીના સંબંધીત વર્ગો માટે ટ્રેનના પ્રકાર મુજબ લાગુ ભાડા સાથે સંચાલીત કરવામાં આવશે. આ ફેરફાર આજથી શરુ યાત્રાઓને લાગુ થશે તેની વધુ વિગતો વેબસાઇટ પર જોઇએ શકાશે.રેલવેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ નોન-પીક કામકાજના કલાકો દરમિયાન આગામી સાત દિવસ દરમિયાન લંબાવવામાં આવશે.
આ પ્રવૃતિ આજે મઘ્યરાત્રિથી શરુ કરીને આગામી સાત દિવસ માટે દરરોજ 11.30 કલાકથી 05.30 કલાક સુધી કરવામાં આવશે. આ છ કલાક દરમિયાન કોઇ પી.આર.એસ. સેવાઓ ઉપલબ્ધ રહેશે નહી આર.આર.એસ. સેવાઓ સિવાય 139 સેવાઓ સહિત અન્ય તમામ પુછપરછ સેવાઓ આવિરત ચાલુ રહેશે.