ઈ-કોમર્સની પાર્સલ ટ્રેન ૧૬૦ કિ.મી.ની ઝડપે દોડશે
આઈ.આર.સી.ટી.સી.ના પ્લેટફોર્મ થકી થઈ રહી છે ઝડપી કામગીરી
એમેઝોન, ફિલપકાર્ટ જેવી ઈ-કંપનીઓનાં પાર્સલોની ઝડપી હેરફેર માટે રેલવેએ ખાસ પાર્સલ વાન દોડાવવાની તૈયારી કરી દીધી છે. આ પાર્સલ ટ્રેન ૧૬૦ કિમી પ્રતિ કલાકે દોડી શકશે જેથી પાર્સલોની ઝડપી હેરફેર થઈ શકશે તેમ રેલવેના વર્તુળોએ જણાવ્યું હતુ. રેલવેએ ગત જાન્યુઆરી માસમાં લીંક હોફમેન બુશપ્લેટફોર્મ પર મોટી ક્ષમતાના પાર્સલ વાન બનાવ્યા બાદ હવે વધુ ૧૨ આવી ખાસ સુવિધાવાળી પાર્સલ વાન બનાવવાનું નકકી કર્યું છે. આવી ખાસ સુવિધાવાળા ટ્રેનથી લોકડાઉન સમયમાં આવશ્યક ચીજ વસ્તુઓની ઝડપથી હેરાફેરી કરી શકાશે
૨૩ એપ્રિલથી કપૂરથલાથી રેલવે કોચ ફેકટરી ખાતે કામકાજ શરૂ થયા બાદ ૧૩૦ કિમી પ્રતિકલાકની ઝડપે દોડી શકે તેવી પાર્સલ ટ્રેન બનાવવાનું શરૂ કરી દેવાયું છે. આ ખાસ પાર્સલ ટ્રેનના કોચ ૨૪ ટનની ક્ષમતાના હશે અને બે ભાગમાં માલ રાખી શકાયતેવી સુવિધા વાળા હશે આ નવી ઝડપી પાર્સલ ટ્રેનથી રેલવેની આવકમાં વધારો થશે.
આ નવા કોચના પાર્ટીશન અલગ થઈ શકે તેવા અને મુખ્યદરવાજો સ્લાઈડીંગ હશે જેથી પાર્સલ ચડાવવા ઉતારવામાં ઝડપ થઈ શકશે કપુરથલાની ફેકટરીમાં વધુ ૩૫ આવા કોચ બનાવવામાં આવી રહ્યા છે. અને આગામી સપ્તાહે તૈયાર થઈ જવાની શકયતા છે. તેમ એક અધિકારીએ જણાવ્યું હતુ.
હાલ ઈન્ટેગ્રલકોચ ફેકયરી માટે ૧૯૫૦થી જે પ્રકારના પાર્સલવાન લગાવાય છે. તે પ્રકારના જ બનાવાય છે. હવે નવા બનનાર એલએચબી પાર્સલ વાન તેથી અલગ જ હશે.
રેલવે આ અધિકારીએ જણાવ્યું હતુકે અમે એમેઝોન, ફલીપકાર્ટ જેવી ઈ કંપનીઓનાં સંપર્કમાં છીએ અમે આ કંપનીઓને વધુ જથ્થામાં અને ઝડપથક્ષ માલની હેરફેર કરવા માટે તૈયાર છીએ અને આ કંપનીઓ સાથે સંપર્કમાં છીએ આ નવા કોચ રેફીયે ફ્રીકવન્સ આઈડેન્ડીફીકેશન ટેગ ધરાવતા લગેજથી તે કયાં પહોચ્યા તે જાણી શકાશે આ ટ્રેન ૧૬૦ કીમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે.
૨૦૦ સ્પેશ્યલ ટ્રેનોનું બુકીંગ શરૂ દૂરન્તો ટ્રેનનો પણ કરાયો સમાવેશ
આગામી પહેલી જૂનથી દિલ્હી, મુંબઈ,કોલકતા, પટના, જયપૂર, વારાણસી, અમદાવાદ, હૈદ્રાબાદ, બેંગ્લોર, સીકંદરાબાદ અને તિરૂવનંતપૂરમ વચ્ચે રોજ દોડનારી ૨૦૦ ટ્રેનો માટે ઓનલાઈન બુકીંગ શરૂ કરી દેવાયું છે. જેવાં દૂરંતો એકસપ્રેસ પણ દોડાવાશે
આ ટ્રેનમાં એસી અને નોન એસી કો હશે જયારે દૂરંતો એકસપ્રેસમાં માત્ર નોન એસસી કોચ જ હશે. ના દિલ્હીને બાદ કરતા નવી દિલ્હીના ચાર સ્ટેશનોએથી ૩૪ ટ્રેનો, મુંબઈથી ડઝનથી વધુ ટ્રેનો હાવરા અને સીલ્દાહથી ૧૧ ટ્રેનોરવાના થશે. બિહારથી ૨૪ ટ્રેનો તથા ઉતર પ્રદેશથી ૧૬ ટ્રેનો દોડાવવામાં આવશે તેમ રેલવેના વર્તુળોએ જણાવ્યું હતુ.
આ ખાસ ટ્રેનો નિયમિત ટ્રેનો જેમકે પૂરૂષોતમ એકસપ્રેસ, બ્રહ્મપુત્રા મેઈલ તથા સંપૂર્ણકાળ એકસપ્રેસની જેમજ દોડશે એનો સમય અને સ્ટોપેજ પણ લોકડાઉન અગાઉના સમય જેમજ હશે આ ૨૦૦ ટ્રેનમાં ૨૨ જનશતાબ્દી ટ્રેન પણ છે. રેલવેનો વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો રૂપે આ ટ્રેનોશરૂ કરવામાં આવી રહી છે. તેમ રેલવેના સુત્રોએ જણાવ્યું હતુ.