પશ્ચીમ રેલવે દ્વારા સ્પેશીયલ ટ્રેન દોડાવાશે

પશ્ચીમ રેલવે દ્વારા પ્રયાગરાજ (અલાહબાદ)માં યોજાનાર પવિત્ર કુંભમેળા દરમ્યાન મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ૧૦ ફેબ્રુઆરી અને ૩ માર્ચના રોજ ઓખાથી અલાહબાદ સુધી કુંભ મેળા સ્પેશ્યલ ટ્રેન સ્પેશ્યલ ભાડા સાથે ચલાવવામાં આવશે.

રાજકોટ મંડળ રેલ પ્રબંધક પી,બી. નીનાવે દ્વારા યાદીમાં જણાવ્યા મુજબ ટ્રેન ૦૯૫૭૧ ઓખા અલાહબાદ વિશેષ ટ્રેન ૧૦ ફેબ્રુઆરી અને ૩ માર્ચ ૨૦૧૯ રવિવારે ઓખાથી સવારે ૭.૩૦ વાગ્યે રવાના થઈ જામનગર સવારે ૯.૫૫ કલાકે, રાજકોટ રવિવારે બપોરે ૧૨.૨૦ કલાકે, સુરેન્દ્રનગર બપોર ૧૩.૫૮ કલાકે, તેમજ અમદાવાદ સાંજે ૧૬.૪૫ કલાકે પહોચશે. અને મંગળવારે સવારે ૪.૫૦ કલાકે અલાહબાદ પહોચશે પરત ટ્રેન નં. ૦૯૫૭૨ અલાહબાદ ઓખા વિશેષ ટ્રેન ૧૨ ફેબ્રુઆરીતથા ૫ માર્ચ ૨૦૧૯ મંગળવારના રાજે અલાહબાદથી સાંજે ૧૬.૦૦ કલાકે ઉપડશે અમદાવાદ બુધવારની રાતે ૨૦.૪૫ કલાકે, સુરેન્દ્રનગર રાતે ૨૩.૦૫ કલાકે રાજકોટ મધ્યરાત્રીએ ૧.૧૦ કલાકે, જામનગર મધ્યરાત્રીએ ૨.૨૮ કલાકે તથા ગૂરૂવારે સવારે ૬ કલાકે ઓખા પહોચશે.

રસ્તામાં બંને દિના તરફ દોડનારી આ વિશેષ ટ્રેન દ્વારકા,ભાટીયા, ખંભાળીયા, કાનાલૂસ, જામનગર, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, વિક્રમગઢઆલોટ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા,લખેરી, સવાઈમાધોપુર, ગંગાપુર સીટી, શ્રીમહાબીરજી, બયાના, અગરાફોર્ટ, ટૂંડલા તથા કાનપૂર સેન્ટ્રલ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં કુલ ૧૮ ડબ્બાઓ હશે જેમાં એક ૨ એસી, પાંચ ૩ એસી, આઠ સેકન્ડ સ્લીપર, બે જનરલ કોચ તથા બે લગેજ વાન રહેશે.

આ કુંભમેળા વિશેષ ટ્રેન ૦૯૫૭૧ ઓખા-અલાહબાદનું બુકીંગ દરેક મુસાફર આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પર ૧૩ જાન્યુઆરી ૨૦૧૯થી પ્રારંભ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.