છોકરીઓ અને સ્ત્રી માટે સંભાળવા લાયક અને મહત્વની વાતો…
1 જો તમે એપાર્ટમેંટની લીફ્ટમાં દાખલ થતી વખતે કોઇ પુરુષની સામે સ્ત્રી કે છોકરી પોતાને એકલી અનુભવે ત્યારે તેણે શું કરવું જોઇએ?
– લીફ્ટમાં પ્રવેશ થયા બાદ જો તમારે ૧૩મા માળે જવાનું હોય તો બધા જ માળ માટેના બટન દબાવી દો. જેથી લીફ્ટ બધા જ માળે ઉભી રહેશે અને સામે વાળી વ્યક્તિ કોઇ પણ પગલું લેતા પહેલા વિચારશે.
૨ જો કદાચ તમે ઘરે એકલા હોય અથવા રસોડામાં કામ કરતા હોય અને કોઇ અજાણી વ્યક્તિ તમારા પર હુમલો કરે તો શું કરશો?
– તમે એકલા જ હોય તો જાણો કે લાલ મરચુ અથવા હળદર પાવડર ક્યાં છે? તે ફેકો એની ઉપર તેમજ બધી થાળીઓ અને ડીશો ક્યાં છે એ પણ તમને ખબર છે તો તે બધીજ તેની ઉપર ફેંકો અથવા જમીન પર પછાળો. યાદ રાખો કે મોટો અવાજ થવો એ તેમનો સૌથી મોટો દુશ્મન છે. જેથી તમારા પર હુમલો કરવાની જરા પણ કોશીશ નહી કરે.
૩ જો તમે કોઇ જગ્યા ઉપર રહી ગયા હોય અથવા ઉભા હોવ ત્યારે….
– આજુ બાજુના કોઇ ઘરમાં કે કોઇ દુકાનમાં જાવ અને તમારી પરિસ્થિતી વિશે તેમને જણાવો જો રાત્રે આવુ થયુ હોય તો કોઇ ઘર કે દુકાન ખુલ્લી નહોય તો ATM સેન્ટરમાં જતા રહો.
આમ તો ATMસેન્ટરમાં ગાર્ડ હોય જ છે આમ જોઇએ તો માનસિક રીતે ચેતીને રહેવુએ સૌથી મોટુ હથિયાર છે. આ બધી જ માહિતી છોકરીઓ અને સ્ત્રીઓ માટે છે જેનાથી તેઓ આ સમાજમાં ચેતીને સતર્કતા પૂર્વક સંભાળીને રહે તેમજ તેમની જાતે સલામતી અનુભવે.