Apple Watch Series 4 મહત્વની વાતો
*લાર્જર ડિસપ્લે સહિતના ફીચર્સ ઉપરાંત આ વોચમાં સ્પેશિયલ હેલ્થ ફીચર આપવામાં આવ્યું છે.
*વોચની ખાસ વાત એ છેકે તેમાં એક મહત્વનું ફીચર આપવામાં આવ્યું છે, જે હાર્ટ એટેકની અર્લી વોર્નિંગ આપી દે છે, એટલે કે હૃદયના ધબકારામાં થતી નાનામાં નાની હિલચાલને પણ તે ડિટેક્ટ કરી શકે છે.
*નવી વોચમાં આપવામાં આવેલા ઇલેક્ટ્રિક હાર્ટ સેન્સરથી તમે ગમે તે સ્થળે અને ગમે તે સમયે ઇસીજી કાઢી શકાય છે.
એપલ દ્વારા ત્રણ નવા આઇફોનની સાથે સ્માર્ટવોચને પણ લોન્ચ કરવાની આવી છે, Apple Watch Series 4 નામની સ્માર્ટવોચને પહેલા કરતા વધારે સ્માર્ટ બનાવવામાં આવી છે.
એપલ વોચ સિરિઝ 4માં એપલની નવી WatchOS 5 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં વિવિધ પ્રકારના ઇમ્પ્રૂવમેન્ટ કરવામાં આવ્યા છે, જેમકે, ફિટનેસ અને હેલ્થ ટ્રેકિંગ, વોકિ-ટોકિ મોડ વગેરે. સિરિઝ 4માં હેલ્થ ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં તમારા સ્વાસ્થ્ય પર નજર રાખે છે અને ડેટા ડિટેક્ટ કરીને ઇમરજન્સી કોલ કરે છે. તેમજ એક મિનિટ સુધી તમે ઇમોબિલ( કોઇ મૂવમેન્ટ ન જણાય) રહો તો વોચ ઓટોમેટિકલી SOS ફીચરમાં રહેલા ઇમરજન્સી કોન્ટેક્ટને કોલ અને મેસેજ મોકલી દે છે.
એપલની વોચના જૂના મોડલમાં ઓપ્ટિકલ હાર્ટ રેટ સેન્સર હતું, જે કેલરી બર્ન, હાર્ટ રેટમાં વધારો ટ્રેક કરતું હતું. જેમાં Sinus Rhythm હતું જેમાં ઇસીજીમાં હૃદયના ધબકારાની અનિયમિતતા ડિટેક્ટ કરી શકતું ન હતું કે દર્શાવી શકતું ન હતું. પરંતુ એપલે લોન્ચ કરેલી નવી Watch Series 4માં ઇલેક્ટ્રિકલ હાર્ટ રેટ સેન્સર આપ્યું છે, જેમાં Atrial Fibrillation આપવામાં આવ્યું છે, જે હૃદયના ધબકારામાં થતી નાનામાં નાની હિલચાલને ડિટેક્ટ કરી શકે છે, જે હૃદયના ધબકારાની અનિયમિતતાથી હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીની જાણ વહેલાસર કરી દે છે.