અમાસને લાભદાયક બનાવો
અમાસની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે હરિની વિધિ વિધાનથી પૂજા કરવું શુભ માનવામાં આવે છે. તેમજ અમાસ પર સ્નાન-દાન અને પિતૃઓનું તર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે.
હિન્દુ પંચાંગ અનુસાર, અધિકમાસની અમાસની તિથિ 15 ઓગસ્ટ 2023 બપોરે 2 વાગ્યાને 42 મિનિટ પર શરુ થશે અને 16 ઓગસ્ટ બપોરે 03 વાગ્યાને 7 મિનિટ સુધી રહેશે. આ રીતે ઉદયા તિથિ પ્રમાણે અમાસ આવતી કાલે એટલે 16 ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે.
પીપળાના વૃક્ષની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. અમાસના દિવસે સવારે સ્નાન કરી પીપળાના વૃક્ષમાં જળ અર્પિત કરો. સાંજના સમયે પીપળાના વૃક્ષ પાસે તલના તેલનો દીવો કરી પરિક્રમા કરો.