એસજીવીપી દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે ગુજરાતના ધોરણ ૧૦-૧૨ના લાખો વિદ્યાર્થીઓની સફળતા માટે શિવરાત્રીના પવિત્ર દિવસે મહાઆરતી તથા પૂજન કરાયું. દેવોના દેવ એવા શિવજીના વિશેષ પૂજનનો દિવસ એટલે મહાશિવરાત્રી. આ પવિત્ર દિવસે પાંડવ કાલીન મચ્છુન્દ્રિ ગંગા કિનારે સ્થાપિત શ્રી દ્રોણેશ્વર મહાદેવજી તથા રૂદ્રના અવતાર એવા શ્રી કષ્ટભંજનદેવની મહાઆરતી તથા સવિશેષ પૂજન કરાવમાં આવ્યું હતું.
આ પ્રસંગે એસજીવીપી ગુરુકુલ પરિવારના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ’પુરુષાર્થ સાથે પ્રાર્થના ભળે એટલે અવશ્ય સફળતા મળે’ એવી ઉત્તમ ભાવનાથી પૂજ્ય સંતો તથા વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યના ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓ માટે આરતી તથા પુજન કરી પરિક્ષા માટે તથા શ્રેષ્ઠ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.