ગુજરાત સરકાર દ્વારા અપાતી વિવિધ સ્કોલરશીપ અને એજયુ. લોન પર આપવામાં આવતી વ્યાજની સબસીડી વિશે માર્ગદર્શન અપાશે: વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાશે

પ્રખ્યાત કેઈઝન ગ્રુપ દ્વારા સતત ૧૧માં વર્ષે ધો.૧૨ સાયન્સ કોમર્સનાં વિદ્યાર્થીઓ માટે ફ્રી સેમીનારનું આવતા મંગળવારે સવારે ૯ વાગ્યે હોટલ ઈમ્પીરીયલ પેલેસ, યાજ્ઞિક રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ ફ્રી સેમીનારમાં ગુજરાત સરકાર દ્વારા અપાતી વિવિધ સ્કોલરશીપ જેમ કે એસટી/ ઓબીસી વિદ્યાર્થી માટે ફ્રી શીપકાર્ડ તેની માહિતી અને જનરલ કેટેગરીનાં વિદ્યાર્થી માટે ગુજરાત સરકાર દ્વારા રૂ.૧૦ લાખ સુધીની એજયુ.લોન પર વ્યાજની સબસીડી આપવામાં આવે છે એટલે કે વિદ્યાર્થીને લોનનું વ્યાજ ભરવું પડતુ નથી તો સરકારની આવી સરસ યોજનાની ડીટેલ માહિતી કે એના માટે કયાં સંપર્ક કરવો કેવી રીતે બધી સ્કોલરશીપ માટે એપ્લાય કરવું તેવી વિગતો આપવામાં આવશે.

આ ઉપરાંત જે વિદ્યાર્થીને ૫૦ પીઆરથી વધુ આવેલ હોય એમને સર્ટીફીકેટ આપી સન્માન કરી લાઈફમાં આગળ વધુ સફળતા મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ કઈ કારકિર્દી સિલેકટ કરવી અને વિદ્યાર્થીઓને કારકિર્દીને લગતા કોઈપણ મુંઝવણનું એક્ષપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

આ સેમીનારમાં ખુબ જ જુજ સીટો બચેલ હોવાથી જે વિદ્યાર્થીને ભાગ લેવો હોય તેમણે ધો.૧૨ની માર્કશીટની ઝેરોક્ષ કેઈઝન ગ્રુપ કાર્યાલય ઓફિસ નં.૧૬, ગ્રાઉન્ડ ફલોર કોસ્મો કોમ્પલેકસ, મહિલા કોલેજ ચોક ખાતે આપીને ફ્રી રજીસ્ટ્રેશન સવારે ૯ થી રાત્રે ૯ દરમ્યાન (રવિવારે પણ ચાલુ) કરાવી શકશે. આ કાર્યક્રમની વધુ વિગતો માટે કેઈઝન ગ્રુપનાં સીઈઓ વસીમ માકડાનો મો.૯૮૨૪૫ ૮૬૫૬૧ ઉપર સંપર્ક કરવો તેમ એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.