રોમિયાઓને પાઠ ભણાવવા માટે બનાવવામાં આવેલી સ્પેશ્યલ સ્કોડ દ્વારા સિવિલ ડ્રેસમાં સઘન ચેકીંગ
મોરબી : મોરબીમાં રોમિયાઓ બેફામ બન્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને ક્ધયા છાત્રાલય રોડ પર રોમિયાઓનો અનહદ ત્રાસ હતો. છાત્રાલયની વિધાર્થીનીઓની છેડતીની અનેક ફરિયાદો મળી હતી. ત્યારે આવા આવારા તત્વોની રોમિયોગીરી કાઢવા માટે શહેરમાં સ્પેશ્યલ સ્કોડ બનાવવામાં આવી છે. આ સ્કોડ સીવિલ ડ્રેસમાં દરરોજ ચેકીંગ હાથ ધરે છે.
કન્યા છાત્રાલય રોડ પર વહેલી સવારે ,બપોરે,અને સાંજના સમયે બહાર ગામથી અપડાઉન કરી વિદ્યાર્થીનીઓ ને નવા બસ્ટેન્ડમાં,છાત્રાલય અને શાળાઓ છૂટવાના સમયે આવારા તત્વો દ્વારા રોમિયોગીરી કરી છાત્રાઓની છેડતી કરવાના કિસ્સાઓ વધ્યા હતા તેની અનેક વખત આજુબાજુના રહીશો અને શાળાના સંચાલકો દ્વારા પોલીસને કરવામાં આવી હોવા છતાં આ હેરાનગતિ બંધ ના થતી હતી અને પોલિસે ગોઠવેલા સઘન ચેકીંગમાં પણ આ રોમિયાઓ ચકમો દઈ ને નીકળી જતા હતા અને નિર્દોષ વિદ્યાર્થીઓ પોલીસની ઝપટે ચડી જતા હતા.
જેની રજૂઆતો પણ જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડ ને કરવામાં આવતા એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા સાચા રોમિયોને પકડી પાઠ ભણાવવા માટે એક સ્કોડની રચના કરવામાં આવી છે જેમાં મહિલા પીએસઆઈ અર્ચના એમ રાવલ,એક મહિલા પોલીસ અને બે પોલીસ કોન્સ્ટેબલ ની નિમણુંક કરવામાં આવી છે જેમાં આ સ્પેશ્યલ સ્કોડ દ્વારા સવારે, બપોરે અને સાંજે આ તમામ જગ્યા એ સઘન ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યું છે તેમજ આ સ્પેશ્યલ સ્કોડના મહિલા ઇન્ચાર્જ પીએસઆઇ અર્ચના એમ રાવલે પણ જો કોઈ રોમીયો દ્વારા કોઈ વિદ્યાર્થીની ને છેડતી કરવામાં આવતી હોય તો તેની ટિમનો સમ્પર્ક કરે સાથે જ તેનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.
આ સ્કોડે આજે નવા બસસ્ટેન્ડ,છાત્રાલય રોડ,જીઆઇડીસી,સનાળા રોડ,પર સિવિલ ડ્રેસ માં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું અને આવું ક્રુત્ય કરનાર કોઈ પણ હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ આ સ્કોડના ઇન્ચાર્જ મહિલા પીએસઆઇ એ એમ.રાવલે જણવ્યું હતું.