૧૦ વર્ષથી વધુ ઉંમરની શાળા બહારની ક્ધયાઓ માટે, જે ક્ધયા અનાથ હોય-કચરો વિણતી, મજૂરી કરતી બાળાઓને રહેવા-જમવા સાથે વિનામૂલ્યે શિક્ષણ આપતી અનોખી શાળા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૦૧૮-૧૯ના વર્ષથી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજય સરકારના ૧૦૦% ભંડોળમાંથી ટાઈપ-૧ પ્રકારની કે.જી.બી.વી. શાળા શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર ગ્લર્સ એજયુકેશન દ્વારા શહેરમાં આવી બાલિકાનો સર્વે કરીને નામાંકન કરીને શાળા શરૂ કરી હતી. આ વિનામૂલ્યે શાળા પ્રતાપકુંવરબા પ્રાથમિક શાળા નં.૫ રૈયાનાકા ટાવર ખાતે શરૂ કરવામાં આવેલ છે. શાળામાં પ્રવેશ મેળવતી બાલિકાને વિનામૂલ્યે રહેવા જમવા અને શિક્ષણની ઉત્તમ સેવા મળે છે.પોષણ અને આરોગ્ય લક્ષી તાલિમ સાથે સ્વ રક્ષણની દરેક ક્ધયાને નિષ્ણાંત કોચ દ્વારા તાલિમ અપાય છે. શાળામાં ૨૪ કલાક વિજળી-પ્રાણીની સુવિધા ઉપલબ્ધ છે. શાળાની વિશિષ્ઠતામાં કિચન ગાર્ડન, વૃક્ષારોપણ, દર ત્રણ માસે મેડીકલ ચેકઅપ સાથે ક્ધયાઓને સ્વનિર્ભર બનાવવામાં આવે છે.
શાળામાં વોર્ડન-શિક્ષકો સાથે ૨૪ કલાકની સીકયુરીટીની વ્યવસ્થા છે. દર મહિને બાલિકાને બહાર ફરવા લઈ જઈને જુદા જુદા જોવાલાયક સ્થળોની વિઝીટ કરાવે છે. દર માસે બાલિકાને રૂા.૧૦૦નું સ્ટાઈપેન્ડ સરકાર તરફથીમળે છે. આવી શાળામાં ૫૦ ક્ધયાઓના નામાંકન લક્ષ્યાંક રાખીને ૨૦૧૯ નવે. માસમાં ૧૭ ક્ધયાઓને પ્રવેશ અપાયો હતો. બાદમાં સર્વે કરીને ડિસેમ્બર- ૨૦૧૯માં ૨૫ ક્ધયાઓનું નામાંકન કરેલ હતુને માર્ચ ૨૦૨૦માં ૨૮ ક્ધયાઓએ પ્રવેશ મેળવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં શાળા શરૂ કરી ત્યારે માત્ર ૬ બાલિકાથી કે.જી.બી.વી. શાળા શરૂ કરી હતી. આજે ૨૮ દિકરીઓ અહિના શિક્ષણ મેળવીને જીવનમાં જ્ઞાનનો દિપક પ્રગટાવી રહી છે. રહેવા-જમવાની તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી બાલિકા શ્રેષ્ઠ દેખાવ કરી રહી છે. દરરોજ પ્રાર્થના સભામાં જીવન મૂલ્યોના પાઠ શિખે છે. હાલ શહેરનાં વિવિધ ઝુપડપટ્ટી જેવી કે ગંજીવાડા, રામનાથપરા, ભગવતીપરા, પારેવડી ચોક, રેલવે ફાટક ઝુંપડપટ્ટી, યુનિ.રોડ વિગેરે વિસ્તારોમાંથી ક્ધયાઓને પ્રવેશ અપાયો છે.ખાસ કરીને ૧૧ થી ૧૪ વર્ષેની દિકરીના સર્વાંગી વિકાસ માટે આ શાળા પ્રોજેકટ ચાલી રહ્યો છે.
ધો. ૬/૭/૮ની તમામ દિકરીઓને હિન્દીની બહારની પરીક્ષા તથા ધો.૮ની છાત્રાઓને એન.એમ.એમ. એસ.ની પરીક્ષા અપાવાય છે. જેમાં હાંડા કિરણે બીજો નંબર મેળવેલ હતો. સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા ચાલતી આ શાળામાં ક્ધયાઓ મનો સામાજીક પાસાઓ, છાત્રાલય જીવન અને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરીને પર્યાવરણીય પાસાઓની તાલિમ અપાય છે. ક્ધયાઓ માટે ઝોન કક્ષાની ત્રિદિવસીય તાલિમ-વર્કશોપ પણ યોજાયો હતો. ક્ધયાઓની ક્ષમતા મુજબ માપન ટેસ્ટ લેવાય છે તેની સિધ્ધી મુજબ સી.એલ. ૧ થી સી.એલ.૫ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. તેમજ ક્ધયાઓની સિધ્ધિ માટે વધારાનું કોચીંગ-ઉપચારાત્મક અને નિદાનાત્મક શિક્ષણ આપવામાં આવે છે. અહિં શિક્ષણની સાથે ક્ધયાઓને વિવિધ પ્રવૃત્તિ કરાવવામા આવે છે.
બાળાઓએ કાગળમાંથી બનાવ્યા… ગુલાબ!!
ક્ધયાઓ કાગળમાંથી ગુલાબ, પેપરમાંથી બેગ, પતંગીયા, ફૂલ સાથે વેસ્ટમાંથી બેસ્ટ પેપર ડીસ સ્કીલ્સ આર્ટ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે.
પ્રવેશ માટે સંપર્ક
કરણપરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કેમ્પસમાં યુ.આર.સી. ભવન ખાતે સંપર્ક કરવો.