બાળક પોતે પોતાનામાં વિશિષ્ટ અને મહાન છે: બાલભવન ખાતે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અરુણભાઇ દવેનો વાલી સેમિનાર યોજાયો
બાલભવન આયોજીત બાળકોના સર્વાંગી વિકાસમાં મા-બાપની ભૂમિકા સંદર્ભે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અરુણભાઇ દવેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ વાલીઓ હાજર રહ્યા હતા.
સેમિનારનમાં ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અરુણભાઇ દવેએ વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. અરુણભાઇ દવેએ સેમિનાર સંબોધતા વાલીઓને જણાવ્યું હતું કે, તમારા બાળકોમાં રસ, રુચી, વલણોને ઓળખો અને બાળકોને પ્રોત્સાહિત કરીને તેનો શ્રેષ્ઠ વિકાસ કરો. પુસ્તકીય જ્ઞાન ઉપરાંત ઇતર પ્રવૃતિથી બાળકોનો વિકાસ ઝડપી બને છે. પ્રવર્તમાન યુગમાં બાળકો ઝડપથી શીખી શકે તેવું વાતાવરણ, સાધનો ઉપલબ્ધ છે ત્યારે તેમાં દરેક મા-બાપની પ્રાથમિકતા હોવી જોઇએ. બાળકના વિકાસમાં શિક્ષક જેટલી મા-બાપની પણ ભૂમિકા હોય છે. તમારા બાળકોને સાંભળો અને તેનો વિકાસ કરો તેમ અરુણ દવેએ જણાવ્યું હતું.
ટીચિંગ, લર્નિંગ, મટીરીયલ્સને કારણે બાળકો ઝડપથી શીખવાની પ્રક્રિયા કરે છે. આસપાસના વાતાવરણમાંથી બાળક સતત શીખતું રહે છે. આ સેમિનારમાં વાલીઓના વિવિધ પ્રશ્ર્નોનું નિરાકરણ સમજીને અરુણભાઇ દવેએ શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપ્યું હતું. વાલીઓને માર્ગદર્શન પહોંચાડયું હતું. સેમિનારનું આયોજન બાલભવનના કિરીટ વ્યાસે કરેલ હતું. આ ઉપરાંત વાલીઓ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અરુણભાઇ દવે મો. ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકશે.