- રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજુ કર્યું
- દિવ્યાંગો માટેની 21,114 જગ્યા પર ભરતી કરવા જણાવવામાં આવ્યું
- દિવ્યાંગો માટે 31મી ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરાશે
ગુજરાતનાં સરકારી વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ડ્રાઈવ શરૂ થશે. જેમાં રાજ્યના અલગ અલગ વિભાગોમાં કુલ 21,114 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, રાજ્યના ચીફ સેક્રેટરીએ હાઇકોર્ટમાં સોનગંદનામું આપ્યું છે. તેમાં 31 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કુલ 27 જેટલા વિભાગોમાં ભરતી પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવશે. બેક લૉગ વેકેનસી ભરવાનું ટાઈમ ટેબલ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓગસ્ટ 2025 સુધીમાં ભરતી માટેની લેખિત પરીક્ષાઓ પણ પૂર્ણ થાય તેવી તૈયારી દર્શાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા જલ્દી જ પૂર્ણ થાય તે માટે હાઇકોર્ટે ટકોર કરી છે અને ચીફ સેક્રેટરીના સોગંદનામાને ધ્યાનમાં લઈને આ અરજીનો નિકાલ કર્યો છે.
ઓગસ્ટ 2025 સુધીમાં લેખિત પરીક્ષા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રયાસ કરાશે
આ વિશેષ ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર હાથ ધરાશે. તેમજ ઓગસ્ટ 2025 સુધીમાં લેખિત પરીક્ષા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રયાસ કરાશે. આ દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટ પાસે 2 વર્ષનો સમય માંગ્યો છે. આ મામલે કોર્ટે આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.