સ્થાપના દિન પ્રસંગની શરૂઆત સ્વચ્છતા અભિયાનથી કરવામાં આવેલ જેમાં નગર પાલીકા, બીવીજી ટીમ, ડોક્ટર એશો. સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારી જોડાયા હતા. ત્યાર બાદ લઘુરૂદ્ર યજ્ઞ પ્રારંભ, સરદાર વંદના, સંકલ્પ દિન નિમિત્તે વિશેષ મહાપૂજા-મહાઆરતી સ્થાપના દિન સમયે કરાયેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ શૃંગાર કરવામાં આવેલ. કઠલાલના ધ્રુવ વ્યાસ ગૃપ દ્વારા 11 મે 1951માં ડો.રાજેન્દ્ર પ્રસાદે ગર્ભગૃહ ખાતે કરેલ પ્રાણપ્રતિષ્ઠા વિધિના ઐતિહાસીક થીમ પર વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવેલ હતી.
સ્થાપના દિન નિમિત્તે ધ્વજાપૂજા-ધ્વજા રોહણ કરવામાં આવેલ, ત્યાર બાદ સર્વરોગ નિદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવેલ હતો. પ્રસંગોપાત આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઇ આહિર ની ઉપસ્થીતી સોમનાથમાં હોય તેઓએ પણ પુજામાં જોડાયા હતા, સાથે જ ધ્વજાપુજાનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર તથા ટ્રસ્ટના અધિકારી કર્મચારી તીર્થપૂરોહિતો, નથુભાઇ સોલંકી વગેરે જોડાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com