Screenshot 4 26સદા શિવ સર્વ વરદાતા: દિગંમ્બર હો તો ઐસા હોે…

* ગાયક કલાકાર: ડો. કુમાર પંડયા *

વાદ્ય વૃંદો: મિહિર રૂઘાણી (કીબોર્ડ), વિશાલ ગોસ્વામી(તબલા), આર્યન ઉપાઘ્યાય (ઢોલક), ઇશ્ર્વર ડાંગરીયા (પરકશન)
સંચાલન: અશોક પંડયા

વિવિધ ક્ષેત્રના પળે પળના સમાચારોમાં હમેંશા અગ્રેસર ‘અબતક’ ચેનલમાં મનોરંજનથી લઇ સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા કાર્યક્રમો જન-જન સુધી પહોચાડવા માટે ગુજરાતી થાળીમાં બત્રીસ ભાતના ભોજનની જેમ જુદા જુદા વિષયો સાથેની માહિતીનો રસથાળ પીરસવામાં આવે છે, જેમ કે, રમત-ગમત, સાંસ્કૃતિક, આઘ્યાત્મિક, ધાર્મિક, આરોગ્ય લક્ષી, રાષ્ટ્રીય અને સ્થાનીકથી લઇ વિશ્ર્વ કક્ષાની ઘટનાઓને મૂલવતા સમાચારો સાથે મનોરંજન પીરસતી ‘અબતક’ એટલે ટીલનાવ એટલે કે અબઘડી સુધીની છેલ્લામાં છેલ્લી માહિતી સાથે દર્શકોને પૂર્ણ પ્રકારનું મનોરંજન પીરસાય અને જુદા જુદા ક્ષેત્રના કલાકારોને પ્લેટ ફોર્મ પુરૂ પાડવાનો નમ્ર પ્રયાસ રહ્યો છે.

શિવજીનો પ્રિય પવિત્ર શ્રાવણ માસમાં શિવભકિતમાં લીન થવા ‘શિવ આરાધના’ કાર્યક્રમ ‘અબતક’ ચેનલ દ્વારા સોમવારે ટેલીકાસ્ટ થશે. જેમાં સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રસિઘ્ધ કલાકાર ડો. કુમાર પંડયાના કંઠે ભગવાન શિવજીના ભજનો રજુ થશે. કીબોર્ડ વાદક મિહિર રૂઘાણી, પરકશન (સાઇડરીધમ) ઇશ્ર્વર ડાંગરીયા, તબલાવાદ વિશાલ ગોસ્વામી, ઢોલક વાદક આર્યન ઉપાઘ્યાયના સંગીતના સથવારે ‘શિવ આરાધના’ કાર્યક્રમમાં ડો. કુમાર પંડયા દ્વારા રજુ થનાર શિવ ભજનોની ભકિતમાં આવો આપણે સૌ લીન થઇએ….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.