મૂર્તી-સમાધી પૂજન, વિષ્ણુ યજ્ઞ, મહાપ્રસાદ, શોભાયાત્રા, બાપાની મહાઆરતી અને સંતવાણી સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું પાટડીના ઉદાશી આશ્રમના સીતારામ પરિવાર દ્વારા ભવ્ય આયોજન.
ફરીદા મીર, જયમંત દવે, મેરૂ રબારી, હરી ગઢવી, દડુભા કરપડા, મહેશદાન ગઢવી, સબીર મીર, બ્રિજરાજ ગઢવી, હકાભા ગઢવી, વાઘજીભાઇ રબારી, રૂષભ આહિર, સુરજપાલ સોલંકી, શિવરાજ ગઢવી અને દેવાયત ખવડ ભાવીકોને મોજ કરાવશે.
સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાં જેના જીવત જાગત પરચાથી અનેકના જીવન ધન્ય બની ગયા છે તેવા પાટડીના સંત શિરોમણી પૂ.જગાબાપાની ચોથી પૂણ્યતિથિ નિમીતે અનેકવિધ કાર્યક્રમોનું સીતારામ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
જીવનભર ઉદાસી સંપદાના ધર્માચરણ અને સંકટ મોચન હનુમાનજીની સેવા સાધના અને ભગવાન ભોળાનાથના સીધા જ આશીર્વચન સાથે દીન દુ:ખીયાની સેવા થકી સંત પરચાની આહલેખ જગાવીને શિવત્વ પામી ગયેલા પાટડીના સંત શિરોમણી પૂ.જગાબાપાના આશિર્વાદથી અનેક ભાવિક ભક્તો અને આસ્થાળુઓના જીવન ધન્ય થઇ ગયા છે.
જગાબાપા એક એવા જીવત જાગત સંત છે કે જેની મહેર લોકોની વાતોમાં નહીં પરંતુ રંકમાંથી રાજા બનેલા અનેક લોકોના જીવનમાં હયાત થઇને જીવે છે.પાટડીના સંત જગાબાપાની ચોથી પૂણ્યતિથિ નિમીતે સીતારામ પરિવાર દ્વારા ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટડી ઉદાસી આશ્રમ ખાતે જગાબાપાની ચોથી પૂણ્યતિથી નિમીતે આગામી ફાગણ વદ-૯ (નોમ) તા.૨૨/૩/૨૦૧૭ ને બુધવારના રોજ રાત્રે ૧૦ કલાકે જાહેર સંતવાણી (ડાયરા)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા ભજનીક ફરીદા મીર, જયમંત દવે, મોજીલો માલધારી મે‚ રબારી, હરીભાઇ ગઢવી, આશ્રમના કવિરાજ દડુભા કરપડા, મહેશભાઇ ગઢવી, લોક સાહિત્યકાર સબીર મીર, બ્રિજરાજ ગઢવી, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, સાહિત્યકાર વાઘજીભાઇ રબારી, ‚ષભ આહિર (મોજી રમકડુ), સુરજપાલ સોલંકી (ગજલ), શિવરાજ ગઢવી અને સાહિત્યકાર દેવાયતભાઇ ખવડ ભાવીકોને ધર્મના મહાસાગરમાં ડુબાવશે. સમગ્ર જાહેર સંતવાણીનું સંચાલન રમેશદાન ગઢવી કરશે. એચ.વી. સાઉન્ડના સથવારે તબલચી સુરજ મીર, જયસુખભાઇ, મુન્નાભાઇ મહારાજ, બેન્જોવાદક હરેશભાઇ, રવિભાઇ પરમાર, મંજીરાના માણીગર વાઘુભા ઝાલા ભાવીકોને અનેરી મોજ કરાવશે. પરમ પૂજ્ય સંત શિરોમણી જગાબાપાની ચતુર્થ પૂણ્યતિથી નિમીતે રર માર્ચને બુધવારના રોજ સવારે ૮ કલાકે મૂર્તિ તથા સમાધી પૂજન, સવારે ૯.૩૦ કલાકે વિષ્ણુ યજ્ઞ, બપોરે ૧૨:૩૦ કલાકથી મહાપ્રસાદ, બપોરે ૩ કલાકે શોભાયાત્રા, સાંજે ૬:૩૦ કલાકે બાપાની મહાઆરતી તથા રાત્રે ૮ કલાકથી મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજાશે.
પૂ. જગાબાપા ઉદાસીપંથ અને દીન દુ:ખીયાની સેવા સાધનાની આ આહલેક અને ધર્મયજ્ઞની ધુણી અવિરત જગાવી રાખનાર જગાબાપુના ઉત્તરાધિકારી પૂ.ભાવેશબાપુની નિશ્રામાં જગાબાપુની ચોથી પૂણ્યતિથી મહોત્સવમાં બ્રહ્મલીન જગાબાપુના સાક્ષાત્કાર જેવા ધર્મ અનુભવનો લાભ હજ્જારો ભાવીકો લેશે.
આ મહોત્સવને સફળ બનાવવા સીતારામ પરિવાર, ઉદાસી આશ્રમ, ખારાગોઢા, પાટડી ખાતે ભાવિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ખારાગોઢા પાટડીના ઉદાસી આશ્રમમાં યોજાનારા આ મહોત્સવનો લાભ લેવા ભાવિકોને સીતારામ પરિવાર અને ભાવેશબાપુએ ધર્મોનુરોધ કર્યો છે.
મન કે મતે ન ચલીએ, મન કે મતે અનેક, જો મન કે મતે અસવાર હૈ, સો જોગી મેરા એક: પ.પૂ.શ્રી ભાવેશબાપુ