લોકડાઉન-૪ની અસરકારક અમલવારી માટે કલેકટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ : લાઈવ લાઈએઝનિંગથી પરિસ્થિતિ પર નજર રખાશે
ગુજરાત સહિત દેશભરમાં અત્યારે કોરોના મહામારીનો ભરડો દિવસે દિવસે વધુને વધુ ફેલાતો જાય છે ત્યારે ભારતની ૧૩૦ કરોડની વસ્તીને આ સંક્રમણથી વધુને વધુ સુરક્ષિત રાખવા માટે ચોથા તબક્કાનું પ્રારંભ થયો છે ત્યારે લાંબા સમય સુધી ગ્રીન ઝોન રહેલા જૂનાગઢમાં બહારથી આવેલા વ્યક્તિઓના સંક્રમણથી જિલ્લાામાં નોંધાયેલા પોઝિટિવ કેસ થી જૂનાગઢમાં પણ કોરોના નું ગ્રહણ લાગી ચૂૂક્યું છે ત્યારે હવે સંક્રમણનો ફેલાવો વધુ ન થાય તે માટે જિલ્લા કલેકટર સૌરભ જૂનાગઢ જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જીલ્લો લાંબો સમય સુધી ગ્રીન ઝોનમાં રહ્યો અલબત્ત સરકારની પ્રક્રિયા અને મંજૂરી સાથે હજારો લોકો અન્ય બહારના વિસ્તારોમાંથી જૂનાગઢમાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં સવિશેષ સાવચેતીની જરૂર છે અને પોઝિટિવ કેસો બહાર આવે તેવી શક્યતા અને દેશના પગલે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર કોઇપણ કચાશ રાખવા માંગતું નથી.
જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ કલેકટર કચેરી ખાતે કોરોના કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે, જેમાં લાઇઝનીંગ ઓફીસર અને ક્ધટ્રોલ ઇન્ચાર્જ ની ૨૪ કલાકની ફરજ સાથે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા મથકના લાઇઝનીગ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને જવાબદાર વ્યક્તિઓના સંકલનની સાથે સાથે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના જવાબદાર અધિકારી સાથે લાઈવ વિડિયો સંપર્ક અને જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર લાઈવ કેમેરા લાયઝનીંગથી જૂનાગઢ કલેકટર કંટ્રોલ રૂમનો જીવંત સંપર્ક રહેશે. સાથોસાથ કોરોના પોઝિટિવ દર્દી સાથે પણ આ કંટ્રોલ રૂમથી જિલ્લાના અધિકારીઓ વાત કરી શકાશે.કલેક્ટર કચેરી ખાતે શરૂ થયેલા કોરોના કંટ્રોલ રૂમ જિલ્લાભરના તાલુકા કક્ષાના આરોગ્ય વિભાગ, હોસ્પિટલો, પોલીસ થી લઈને ચેકપોસ્ટ સુધી કોરોના કામગીરી સાથે જોડાયેલા તમામ વિભાગો સાથે ઇન્ટરનેટ એપ્લિકેશન અને વીડિયો કોન્ફરન્સથી જીવંત રીતે ૨૪ કલાક લાઇઝનીંગમાં રહેશે.
કોરોના અંગેના કોઈપણ નવા પરિમાણો અને જરૂરી સુચના હવે ઘડીનાં છઠ્ઠા ભાગમાં સમગ્ર જિલ્લામાં પહોંચી જાય અને કોઈ પણ પરિસ્થિતિમાં તાત્કાલિક એક્શન લેવાય તે માટે શરૂ થયેલું આ કંટ્રોલરૂમ જ્યાં સુધી જૂનાગઢ શહેર જિલ્લો કોરોનાની મહામારીથી સંપૂર્ણપણે સલામત રીતે ઓગળી ન જાય ત્યાં સુધી આ કંટ્રોલરૂમ કાર્યરત રહેશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢમાં કોરોના કટોકટીના પ્રથમ દિવસથી આગોતરા આયોજન અને વ્યવસ્થામાં ખૂબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે, કલેકટર સૌરભ પારધી, ડી.ડી.ઓ. પ્રવીણ ચોધરી, એસપી. સૌરભ સિંઘ, જિલ્લા આરોગ્ય અધિકારી ચેતન મહેતા, કમિશનર તુષાર સુમરા અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી, કર્મચારીઓના સચોટ સંકલનથી અત્યાર સુધીની કામગીરી કાબિલે દાદ છે.