દરેક ઘરે વિવિધ રીતે ઉપયોગમાં લેવાતી આ સામગ્રી જે કોઈને ભાવે છે તો બાળકો જેને ફટ દઈ કાઢી નાખે છે. તે આ રસોડાની ખાસ સામગ્રી આ કોથમીર. દરેક વાનગીમાં સ્વાદ અને સુગંધ પૂરી પાડતી આ સામગ્રી અને રીતે ઘરે-ઘરે ઉપયોગમાં લેવાતી હોય છે. આ લીલી ડાળખીનો આખી રીતે ઉપયોગ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વિશ્વમાં સૌથી જૂનું મસાલો તે કોથમીર છે તે ૪૫૦૦ વર્ષ જૂનો છે. પ્રાચીન ઇજ્પ્તમાં કોથમીરનો ઉપયોગ તે જીવન પછીની જિંદગી માટે વાપરવામાં આવતી હતી તેવી માન્યતા છે.
ઘણાભાજીની સ્વાસ્થ્ય સાથે જોડાયેલી વિશેષતા :-
- કોથમીરમાં એન્ટિઓક્સિડેંટ ખૂબ સારા પ્રમાણમાં હોય છે તેના સેવનથી ત્વચાને અનેક લાભ થાય છે.
- કોથમીર તે મુખ્ય રીતે ડાયબિટીસમાં ખૂબ ગુણકારી માનવામાં આવે છે.
- કોલેસ્ટ્રોલનું માત્ર તેમાં શૂન્ય હોય છે. તેનું સેવન ખૂબ ફાયદા કરશે.
- કોથમીરમાં વિટામિન કે અને સી બન્ને સારા પ્રમાણમાં હોય છે.
- કોથમીર તે હૃદય લગતી બીમારી માટે સાવચેતી આપે છે અને તેનાથી શરીરમાં વધુ પડતું મીઠું દૂર કરવામાં ઉપયોગી બને છે.
- દરેક વ્યક્તિ માટે હવે કામની ચિંતામાં અમુક વાતો ભૂલાય જતી હોય છે, ત્યારે કોથમીરનું સેવન તે વસ્તુ દૂર કરવામાં ઉપયોગી બનશે સાથે ચિંતાનું પ્રમાણ પણ ઘટાડી શકે છે.
- આ સામગ્રીનો વાનગીઓમાં કોથમીરનો ઉપયોગ કરો તો વિટામિન તેમજ એન્ટિઓક્સિડેંટ પૂરતા પ્રમાણમાં મળી રહેશે.
- દરેક વાનગીમાં ઉપયોગમાં લેવાતી આ કોથમીર તે વાનગીમાં ખાસ સુંગંધ ફેલાવા માટે મહત્વની ભૂમિક ભજવતી એક સામગ્રી છે.
તો આજથી કોથમીરનો અનેક રીતે ઉપયોગ કરો અને તમારા સ્વાસ્થ્ય, ત્વચા અને વાનગીઓને વિશેષ સ્વાદ આપો.