આજે પોષ સુદ-ર એટલે આઇ સોનબાઇ માનો પ્રાગટય દિવસ મઢડા ખાતે તો આજે ભકતોનો જમાવડો માના ગુણગાન અને કલાકારોનો કાફલો હોય તે સ્વભાવિક છે.આઇ સોનબાઇ માનો 100મો પ્રાગટય દિવસ હોય આ સતાપ્દી વર્ષ તરીકે ઉજવાશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
આવશે આવશે કે મઢડાથી સોનલમા વહેલા આવશે
‘અબતક’ ચેનલ દ્વારા આજ માના પ્રાગટય દિને માના ભજનો, વાતો, ગીતો, લોકસાહિત્ય વગેરેને વણી લેતો ‘આઇ માની વંદના’ સ્પે. એપીસોડ આજે રાત્રે 8 કલાકે ‘અબતક’ ચેનલ પરથી પ્રસારીત થશે.પ્રસિઘ્ધ લોકસાહિત્યકાર નિરવ વાઘેલા દ્વારા માના પરચા, તેમજ લોકસાહિત્યની વાતો રજુ કરી છે જયારે ગાયક ક્રિષ્ન સગરના કંઠે સોરઠ ધરામાં માનુ મઢડા ગામ છે, જેન ભેળે હોય સોનબાઇ માતા, આવશે આવશે રે જેવા ગીતો રજુ કરાયા છે. જેને તબલામાં આર્યન જોશી, બીજો હર્ષ ગોસ્વામીએ સાથ આપ્યો છે.તો આવો આજ આ સોનબાઇ માના પ્રાગટય દિને રાત્રે 8 કલાકે ‘અબતક’ ચેનલ પર માના ગુણગાન ને માણીએ.
કલાકારો
- લોક સાહિત્યકાર: નિરવ વાઘેલા,
- ગાયક :ક્રિષ્ન સગર
- તબલા: આર્યન જોશી
- બેન્જો: હર્ષ ગોસ્વામી