ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી એનસીસી નિર્દેશાલય દ્વારા હાથ ધરવામાં આવેલા ‘એક મેં સો કે લીયે’ અભિયાનને હવે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન દ્વારા બિરદાવવામાં આવ્યું છે. ગુજરાત એનસીસી નિર્દેશાલયને પ્રાપ્ત થયેલા ઇમેલમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા ‘પ્રતિબદ્ધતાનુ પ્રમાણપત્ર’ આપવામાં આવ્યું છે. જે ગુજરાત એનસીસી નિર્દેશાલય દ્વારા લોકોની પીડા ઘટાડવા માટે કોવિડ-19 મહામારી સામે સલામતીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલા ‘એક મેં સો કે લીયે’ અભિયાનના ભાગરૂપે વિશ્ર્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્દિષ્ટ, કોરોના વાઇરસના શ્રેષ્ઠ નિવારણ માટે દાખવવામાં આવેલી પ્રતિબદ્ધતા અને અથાક પ્રયાસોને બિરદાવે છે.
પોતાના નામ પ્રમાણે તે સ્પષ્ટ રીતે સૂચવે છે કે, આ સમગ્ર વિચાર તેના પ્રત્યેક શબ્દ ‘એક મૈ સો કે લીયે’ પર આધારિત છે. ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી એનસીસીના અધિક મહા નિર્દેશક મેજર જનરલ અરવિંદ કપૂરે મૂળરૂપે આની પરિકલ્પના કરી છે જેઓ બે વર્ષ સુધી લેહ-લદાખમાં ફરજ નિભાવ્યા બાદ તાજતેરમાં જ આવ્યા છે. આ અભિયાન એક અનન્ય પહેલ છે. જેમાં રાજ્યમાં ઘણી મોટી સંખ્યામાં એનસીસીના કેડેટ્સે રાષ્ટ્રના એક જવાબદાર અને શિસ્તપૂર્ણ નાગરિક તરીકે પોતાને તૈયાર કર્યા છે અને તેઓ જે સમાજમાં રહે છે તેના પ્રત્યે પોતાનું સામાજિક ઋણ અદા કરવા માટે આગળ આવ્યા છે. હાલમાં તેઓ કોવિડ-19 મહામારીની તીવ્ર અસરો હેઠળ સેવા આપી રહ્યાં છે.આ અભિયાનનો પ્રારંભ મે 2021માં કરવામાં આવ્યો છે જેનો તબક્કો-3 હાલમાં ચાલી રહ્યો છે અને પ્રારંભથી જ આ અભિયાન પ્રત્યે લોકો ઘણા ખેંચાઇ રહ્યાં છે અને તેને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઇ છે.
‘એક મેં સો કે લીયે’ અભિયાનના બીજા તબક્કામાં, ગુજરાત, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી એસીસી નિર્દેશાલયના કેડેટ્સ તેમના મોબાઇલ ફોન દ્વારા વૃદ્વાશ્રમોના વડીલો સાથે જોડાવાનું શરુ કર્યું હતું. આ રીતે જોડાવાનો મૂળ ઉદેશ વૃદ્વાશ્રમના વડીલો પ્રત્યે ઉંડા પ્રેમ અને આદરની ભાવના અભિવ્યક્ત કરવાનો તેમજ જુસ્સો વધારવાનો અને “અમે સંભાળ લઇએ છીએ” તેવી ભાવના તેમના પ્રત્યે વ્યક્ત કરવાનો હતો. આ અભિયાનનો ત્રીજો તબક્કો 22 મે 2021ના રોજથી શરૂ થયો છે. આ તબક્કામાં, કેડેટ્સ ભારતીય સૈન્યના નિવૃત્ત કર્મચારીઓ અને શહીદોની વિધવાઓ જેમને આદરપૂર્વક વીરનારીઓ તરીકે ઓળખવામાં આવે છે.
આ ત્રણ તબક્કાના ભાગરૂપે, રાજ્ય સ્તરે વિગતવાર વિશ્લેષણો અને મહત્વપૂર્ણ તારણો તૈયાર કરવામાં આવ્યા હતા, તેને સંબંધિત સત્તાધિશો સાથે શેર કરવામાં આવ્યા હતા. આ તારણો અને વિશ્લેષણો એનસીસીના કેડેટ્સ દ્વારા મોટી સંખ્યામાં ગુજરાતના લોકો સાથે જોડાઇને કરવામાં આવ્યા હતા. દરમિયાન, નીતી આયોગના સીઇઓ અને અધિકાર પ્રાપ્ત સમૂહ-3ના ચેરમેન અમિતાભ કાંત (જેઓ પોતે પણ એનસીસી કેડેટ છે)ની અધ્યક્ષતામાં તાજેતરમાં એક વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં તેમણે યોગદાન કવાયત અંતર્ગત એનસીસી દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી.
આ અભિયાનના તબક્કા-4નું આયોજન કરી દેવામાં આવ્યું છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્ણ થયા પછી, 23 જૂન 2021ના રોજની અસરથી તેનો અમલ કરવામાં આવશે.