પૂર્વ કચ્છ: નવરાત્રી પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પૂર્વ કચ્છ માં નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજન થતા હોય છે. આ ઉપરાંત શેરી ગરબામાં પણ રાસ ગરબાની રમઝટ જમતી હોય છે, ત્યારે આ વર્ષે પૂર્વ કચ્છ  લીસ દ્વારા નવરાત્રીમાં ગરબા રમવા જનારી સૌ દીકરીઓ માટે તકેદારીઓ રાખવા બાબતે એક ખાસ મેસેજ જાહેર કરવામાં આવ્યો છે.

જે મુજબ….

  • તમે જયાં ગરબા રમવા જવાના હોય ત્યાનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા વાનાં હોવ એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો.
  • ગરબા રમવા જાવ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.
  • અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ ખાશો નહીં.
  • ગરબા રમવાના સ્થળે તમારો જવા-આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો. • અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, કોટોગ્રાફ્સ કે વિડીયો શેર ન કરશો.
  • સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો.
  • ગરબા રમવા જાવ ત્યારે પરિચિત ગૃપના વ્યક્તિઓ સાથે જ રમવાનો આગ્રહ રાખવો, અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળો.
  • કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ જવાનુ ટાળો.
  • રાત્રિના સમયે જો કોઇ વાહન ન મળતું હોય તો 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો.

આ ઉપરાંત….

પોલીસ દ્વારા ઈમરજન્સી ફોન નંબર પણ આપવામાં આવેલ છે જેમ કે *02836-280233 [email protected]. *100 ઇમરજન્સી

મહિલા હેલ્પ 181

સાયબર હેલ્પ 1930

ભારતી માખીજાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.